Abtak Media Google News

                                77મા  સ્વતંત્ર દિવસની ઉજવણી 

Independence-Day-Gujarat 2023 Cm Bhupendra Patel Unfurled Flag At Valsad – News18 Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ પોતાના સંબોધનમાં વલસાડ જિલ્લાના ઈતિહાસને યાદ કર્યો હતો. જેમાં જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સંબોધનમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશના અઢી લાખ ગામોની માટીને દિલ્હી મુકાશે. ગુજરાતમાં પણ “મારી માટી મારો દેશ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગુજરાત સરકારે ઐતિહાસિક બજેટ આપ્યું છે. બજેટમાં સામાન્ય માણસનો ખ્યાલ રાખ્યો છે.

77 State Level Celebration Of Independence Day | મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ...

મુખ્યમંત્રી એ જાહેરાત કરી હતી કે “ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના 2 શરુ કરી છે. રાજ્યના લોકોએ જ રાજ્યની તાકાત છે રાજ્યના લોકો જ સાચી સંપત્તિ છે. રાજ્યમાં 11.50 લાખ આવાસોનું નિર્માણ કરાયું છે. 1262 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે. આગામી સમયમાં ૨૫૦ એસી વાહનો લોકોને સેવામાં મૂકવામાં આવશે. ગુજરાત ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતી રાજ્ય બન્યું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેને પોતાની સેમી કંડકટર પોલિસી જાહેર કરી છે. ગાંધીનગર ગિફ્ટ સિટી દેશના ફિન ટેક સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે જેમાં 5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.”

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.