Abtak Media Google News

મહાત્મા મંદિરમાં ગ્લોબલ પાટિદાર સમિટ-ર૦૧૮નો નાયબ મુખ્યમંત્રી,દેશ- વિદેશના પાટીદાર અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી એ કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણીએ સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સમાજ વર્ગોને સૌના સાથ સૌના વિકાસ ભાવથી પ્રેરિત થવાનું આહવાન કર્યુ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સમાજ સમાજ વચ્ચે અંતર ઘટાડી હર કોઇ શિક્ષિત-દિક્ષીત-રોજગાર પ્રાપ્ત બને પીડિત-શોષિત- વંચિત પ્રત્યેકને વિકાસના અવસર મળે તે માટે સમાજ વર્ગોમાં રચનાત્મક અભિગમ આવશ્યક છે. મુખ્યમંત્રી એ નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રી ઓ તેમજ દેશ-દુનિયાના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતીમાં ગ્લોબલ પાટીદાર સમિટ- ર૦૧૮નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલી આ ગ્લોબલ પાટીદાર સમીટનો સંકલ્પ, સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, અન્ય સમાજ વર્ગો માટે પણ સમાજ સેવાથી રાષ્ટ્રસેવાનો પથ આ સમિટ દર્શાવશે.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે, પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. તેમણે ઉમેર્યું કે, ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતો પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઊદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ ખજખઊ, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઊદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે.નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ વિશ્વભરના પાટીદાર પરિવારોનો સેતુ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. આ સમિટથી સમાજના યુવાનોને ઊદ્યોગ- શિક્ષણ-સ્વરોજગારી ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ   જીતુભાઇ વાઘાણી, મહેસૂલ મંત્રી   કૌશિકભાઇ પટેલ, ઊર્જામંત્રી   સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી   કુમાર કાનાણી, ધારાસભ્યો   પરેશ ધાનાણી, ભૂપેન્દ્રભાઇ પટેલ, વિવેકભાઇ પટેલ તેમજ પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.