Abtak Media Google News

જિલ્લા ભાજપ મહામંત્રી જયંતીભાઈ ઢોલને ધોરાજી દોડાવ્યા: અહેવાલ સુપરત કરવા આદેશ

ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષેથી ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઈપલાઈન યોજનાના નબળા કામના લીધે પ્રજા પરેશાન થઈ રહી છે. અનેક આંદોલનો થાય છે. છતા પણ સરકારી તંત્ર અને રાજકીય લોકોની મીલી ભગતના કારણે પ્રજાજન આક્રોશ ઠાલવતા અંતે ડામર અને મેટલના રોડનુ કામ શ‚ થતાની સાથે જ લોટપાણી અને લાકડા જેવું કામ કરતા અને સમગ્ર ધોરાજીમાં આડેધડ ખોદકામ કરી કોન્ટ્રાકટરોએ પ્રજાને બાનમાં લેતા અંતે જાગૃત એડવોકેટઓએ જાતે ફરિયાદી બની પ્રજાના વ્હારે આવતા ધોરાજી કોર્ટએ ન્યાયની પ્રક્રિયા હાથ ધરતા ધોરાજી નગરપાલીકાના સતાધીશોને પ્રજામાં ભારે રોષ છવાયો હતો.

Advertisement

ધોરાજીની પ્રજાનો આવાજ ગાંધીનગર સુધી પહોચતા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક અસરથી રાજકોટ જીલ્લા કલકેટરને આદેશ કરી તાત્કાલીક ધોરાજીના રોડ રસ્તા સરખા કરવા જવાબદારી સોપતા અને રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી જયંતીભાઈ ઢોલને ધોરાજી તાકીદે મોકલી તાત્કાલીક ઘટતુ કરવા ગાંધીનગરથી સરકાર અને સંગઠન બંનેએ સક્રિયતા દાખવતા અંતે ધોરાજીમાં ગોકળગાયની ગતીએ ચાલતા કામો ઉપર હવે આગળ વધશે એવું લાગે છે. અને આજે સાંજે જયંતીભાઈ ઢોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અહેવાલ આપશે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષથી રોડ રસ્તાના પ્રશ્ર્ને લોકો ચોકી ગયા છે. ધૂળીયા ધોરાજી કાદવ કિચડનો સામ્રરાજય ખખડધજ રસ્તાઓ ના કારણે ધોરાજીમાં અનેક વખત સંઘર્ષ થયા છે. આ સમયે ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઈપલાઈનના નબળા કામો અને રાજકીય લોકોની મીલી ભગતના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બાદ ફરી જનઆક્રોશ ઉપડતા અને ધોરાજીના જાગૃત એડવોકેટએ પ્રજાજોગ ધોરાજી કોર્ટમાં નગરપાલીકા સામે કેસ કરતા અને ધોરાજી કોર્ટના જજ વી.જે. કલોતરા એ નિષ્ફળ ગયેલ નગરપાલીકાને ઉઘડી લેતા જે મામલો પ્રજા સુધી પહોચતા અને ધોરાજીની પ્રજાને ન્યાયતંત્ર ઉપર વિશ્ર્વાસ વ્યકત કરતા અંતે ધોરાજી નગરપાલીકાના સતાધીશોએ બીકના કારણે કોર્ટ બદલાવવા અરજી કરતા પાલીકાના સતાધીશો પ્રજામાં ખૂલ્લા પડયા છે.

આ સમય દરમ્યાન ગાંધીનગર ખાતેથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક જીલ્લા ભાજપના મહામંત્રી જયંતીભાઈ ઢોલને ધોરાજી ખાતે સમીક્ષા માટે મોકલતા જયંતીભાઈ ઢોલ ધોરાજી ખાતે આવેલા હતા અને તાકીદે ધોરાજી નગરપાલીકાના તમામ કોન્ટ્રાકટરોને બોલાવી ખખડાવી નાખ્યા હતા. અને જણાવેલ કે હવે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ધોરાજીના પ્રશ્ર્નો માટે અમોને દોડાવ્યા છે. જીલ્લા કલેકટરને તાકીદ કયાં છે. અને ગોંડલથી ખાસ સર્વેયર એન્જીનીયર કે.આર. ઝાલાને વધારાનો ચાર્જ ધોરાજી ખાતે આપ્યો છે. જે બાબતે તાત્કાલીક રોડ રસ્તા અને આડેધડ ખોદકામ અંગે કોન્ટ્રાકટરોને ખખડાવી નાખ્યા હતા અને નબળા કામ બાબતે કડક કાર્યવાહી જીલ્લા કલેકટર લેશે જેની નોંધ લેવા પણ જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.