Abtak Media Google News

રાજયમાં કુલ ૧.૧૧ લાખ કુપોષિત બાળકો

બાળકોનું શારિરીક અને માનસીક વિકાસ ખુબ જ જરુરી છે. પરંતુ ભારતના બાળકો ઉંચાઇના પ્રમાણમાં વજન ધરાવવામાં કુપોષિત સાબીત થયા છે. ગુજરાત સરકારે સ્વીકાર્યુ  કે ગુજરાતમાં ૧.૧૧ લાખ કુપોષફુકત બાળકો છે. જેમાંથી ૧૯,૯૧૦ બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર બન્યા છે. થી સોશિયો ઇકોનોમિક રિવ્યુ ૨૦૧૭-૧૮ મુજબ પાંચ વર્ષની ઉમર સુધીના બાળકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જેમાંથી ૨૯,૪૪૨ બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું. જયારે ૧,૮૯,૮૪૧ મઘ્યમ કુપોષણના રોગી હોવાનું જાણવા મળ્યું હતું. કારણ કે જેટલી હાઇટ હોય તે પ્રમાણે વજન પણ હોવું જરુરી છે. વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમ્યાન દેખીત સવાલના જવાબ આપતા સરકારે તમામ ૩૩ જીલ્લાના કુપોષણયુકત બાળકોનો આંકડો બહાર પાડયો હતો. જે મુજબ વડોદરા જીલ્લામાં સૌથી વધુ કુપોષણયુકત બાળકો છે વડોદરામાં કુલ ૭૬૫૨ કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. જો કે આ એક ગંભીર સમસ્યા છે.

દેશનું ભવિષ્ય બાળકો છે તેના આરોગ્યની કેળવણી ખુબ જ મહત્વની છે. ત્યારે વડોદરા બાદ દાહોદના બાળકોની સ્થીતી પણ બીજા નંબરે સૌથી ખરાબ સાબીત થઇ હતી. જયાં કુલ ૭૪૧૯ બાળકો કુપોષણયુકત હોવાનું જાણવા મળ્યું છે. જેના પર મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે સૌથી પહેલા કુલ ૫૬૮૧ કુપોષિત બાળકો સાથે બનાસકાંઠા સૌથી પહેલા ક્રમે અને ત્યારબાદ ૧૧૪૪ બાળકો સાથે સુરેન્દ્રનગર હતું. જેને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છીએ. કૃપોષણને કાબુમાં લેવા માટે સરકાર ન્યુટ્રીશન અને પૌષ્ટિક ખોરાક સપ્લાય કરે છે. જો કે ગરીબ વિસ્તારના બાળકો માટે આંગણવાડીની સુવિધા આપવામાં આવે છે. જેમાં જરુરીયાત મંદ બાળકોને અઠવાડીયામાં ર દિવસ ફળનો આહાર આપવામાં આવે છે. વધુ માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે દુધ સંજીવની સ્કીમ હેઠળ ટ્રાઇબલ ડિસ્ટ્રીકટમાં ૬ મહીનાથી ૩ વર્ષ સુધીનાં બાળકોને ૧૦૦ મિલિલીટર ફલેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. કુપોષણની સાથે સાથે બાળકોના હાઇટ અને વજનમાં પણ અસામનતા જોવા મળી રહી છે.

નેશનલ હેલ્થ સર્વે મુજબ ગુજરાત કરતાં પણ ઝારખંડની સ્થીતી સૌથી ખરાબ સામે આવી છે. બાળકો તેની ઉમર પ્રમાણે નીચા કદના છે તો અમુક હેલ્થી નથી. દુબળા પાતળા શરીર ધરાવતા બાળકો લાંબા તો હોય છે. પણ તેની હાઇટ પ્રમાણે વજન ધરાવતા નથી. ઉમર પ્રમાણે હેલ્ધી નથી. ૨૦૧૭-૧૮ રિવ્ય મુજબ ૧પ જુન ૨૦૧૭ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ સુધીના કુપોષણ મુકત ગુજરાત મહાઅભિયાનના ત્રીજા તબકકામાં કુલ ૫૭.૦૨ લાખ બાળકોને તપાસવામાં આવ્યા હતા. ૨૦૧૫-૧૬ ના રિવ્યુ મુજબ તે સમયે ૪૩ લાખ બાળકોનો ટેસ્ટ લેવાયા હતા. જેમાંથી ૧.૪૭ લાખ બાળકો તીવ્ર કુપોષણયુકત હોવાનું સામે આવ્યું હતું. આ આંકડામાં નોધપાત્ર ઘટાડો થયો છે. અને હવે તીવ્ર કુપોષણવાળા બાળકો હવે મઘ્યમની કેટેગરીમાં આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.