Abtak Media Google News

હાઈકોર્ટે ભાજપના ત્રણ ધારાસભ્યો અને ચૂંટણીપંચને નોટિસ ફટકારી

વિધાનસભા ચૂંટણીમાં વિજેતા યેલા ૨૦ ઉમેદવારોની જીતને હાઈકોર્ટમાં પડકારાયા બાદ નોટિસ પાઠવવાનો દોર

વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ પણ ભાજપના કેટલાક ધારાસભ્યો ઉપર તલવાર લટકી રહી છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીપંચ ઉપરાંત માતર હિંમતનગર અને સંતરામપુર વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્યોને નોટિસ પાઠવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ૨૦ બેઠકોમાં હારેલા કોંગ્રેસ, ભાજપ તા અપક્ષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં પરિણામોને ચેલેન્જ કરી હતી. આ કેસમાં હાલ ભાજપના ત્રણ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સૌરભ પટેલનું ધારાસભ્ય પદ પણ રદ્દ ઈ શકે તેવી સંભાવના છે. જો કે, આ મામલે કોર્ટમાં હજુ ચેલેન્જ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલ, ખેડાના માતરમાંતી રાહુલ પટેલ દ્વારા ઈવીએમમાં વોટ ગણતરી મુદ્દે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી અને વીવીપીએટ સ્લીપના માધ્યમી ફેર મતગણતરી ાય તેવી માંગણી કરવામાં આવી હતી. વીવીપીએટ સ્લીપનું બુ ઉપર કાઉન્ટીંગ ગેરબંધારણીય હોવાની દલીલ તેમણે કરી હતી.

લુણાવાડા જિલ્લાની મહિસાગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેંડાભાઈ ડામોરે ભાજપના જીતેલા ઉમેદવાર કુબેરભાઈ બીંડોરને ગેરલાયક ઠેરવવા માંગણી કરી હતી. તેમણે ચૂંટણીપંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની દલીલ કરવામાં આવી હતી. તેમના પર આક્ષેપ છે કે, ૨૮ લાખના નિયમ કરતા વધુ રકમ તેમણે ચૂંટણીમાં વાપરી છે.

આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સૌરવ દલાલના વિજયને પણ કોર્ટમાં પડકારમાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જૂનભાઈ મોઢવાડિયા અને સિર્ધ્ધા પટેલે પણ આ મામલે હાઈકોર્ટમાં ધા નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.