Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ ઉપેન્દ્રભાઇ ભટ્ટ તથા સી.એ. મલક પાવાગઢી માર્ગદર્શન આપશે

પ્રવર્તમાન સંજોગોમાં ઇન્કમટેકસ કાયદા હેઠળ કરવામાં આવતા સર્ચ બાબતે વધુમાં વધુ સર્ચની કાર્યવાહી કરી રાષ્ટ્રની રેવન્યુનો નકકી કરેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા અધિકારીઓને આપવામાં આવુેલ અધિકાર તથા કરદાતાના હકક અને ફરજ નંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા. ૧-૬ ના રોજ સેમીનાર યોજાશે. સેમીનાર દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના જાણીતા સીનીયર વકીલ ઉપેન્દ્રભાઇ ભટ્ટ તથા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વકીલ પલક પાવાગઢી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અત્રેથી હાલમાં પ્રવર્તમાન સંજોગોમાં રાષ્ટ્રની આવકમ) વધારો કરવાના નિર્ધાર સાથે કરદાતાની કરવેરો ભરવા અંગેની જુદી જુદી માહીતીઓના આધારે આવકવેરા અધિકારીઓ દ્વારા સર્વે તથા સર્ચ અંગેની કાર્યવાહી વિશાળ પ્રમાણમાં થઇ રહેલ છે. આ કાર્યવાહી દરમ્યાન કરદાતા પર કાયદાની મર્યાદા ઓળંગીને દબાણ કરી વધુમાં વધુ કર મેળવવા પ્રયત્ન થતા હોય છે. અને કરદાતા કાયદા વિશેનું પ્રાથમીક જ્ઞાન પણ ધરાવતા ન હોવાથી દબાણવશ થઇને ગભરાઇને કેટલીક વખતે કરદાતાએ ભરેલ વેરો યોગય હોવા છતાં વધારાનો વેરો ભરવા તૈયાર થતા હોય છે.

આવા સંજોગોમાં કરદાતાઓ કાયદામાં રહેલ મર્યાદા અને અધિકારીઓને આપવામાં આવેલ અધિકાર તેમજ કરદાતાને રહેલ હકક તથા ફરજ અંગે જાગૃત  કરી શિક્ષણ આપવાના હેતુથી ગ્રેટર રાજકોટ મેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અને રાજકોટ ટેકસ ક્ધસલ્ટન્ટ સોસાયટીના સહયોગથી તા. ૧-૬ ને શનિવારના રોજ બપોરના ૩ થી ૬ વાગ્યા સુધી રવજીભાઇ પટેલ ઓડીટોરીયમ રાજકોટ એન્જીનીયરીંગ એસો. ભકિતનગર ઉઘોગનગર, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનારના વકતા તરીકે ગુજરાતના જાણીતા કરવેરા સલાહકાર તથા હાઇકોર્ટના સીનીયર વકીલ ઉપેન્દ્રભાઇ ભટ્ટ તથા હાલમાં નવું દાખલ કરવામાં આવેલ ઇન્કમટેકસ રીટર્ન ભરવા અંગે જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વકીલ પલક પાવાગઢી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં આ વિષય ખુબ જ અગત્યનો હોય કરદાતા તથા કરવેરા સલાહકારને આ સેમીનાર મહત્વનો બની રહેશે.

આ સેમીનારમાં ભાગ લેવા માંગતા સર્વે કરદાતાઓ તથા સલાહકારોને ‚ા ૧૦૦ રજીસ્ટ્રેશન ફી ભરી કાંતિભાઇ જાવીયા, એડીકો સ્પેર્સ, ભકિતનગર સ્ટેશન મેઇન રોડ, ગોદરેજ શોરુમની સામે રાજકોટ મો. નં. ૯૪૨૬૨ ૦૧૬૩૩ તથા રાજકોટ ટેકસ ક્ધસલ્ટનટ સોસાયટી રાજકોટ ખાતે તાત્કાલીક રજીસ્ટ્રેશન મેળવી લેવા જણાવવામાં આવેલ છે. તેમજ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ તથા પ્રોજેકટ ઇન્ચાર્જ રાજીવભાઇ દોશી દ્વારા વિગેરે  જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.