Abtak Media Google News

Table of Contents

ચીને અમેરિકા ઉપર કોરોના વાયરસ જાણી સમજીને ફેલાવ્યો હોવાનો આક્ષેપ મૂકયો, ને અમેરિકાએ નકાર્યો : સાબિતીનો અભાવ તો પણ તકરાર સર્જવા પાછળ ચીનનો આશય શું એવો પ્રશ્ર્ન જાગે છે ભારત સહિત અન્ય કોઈ રાષ્ટે્ર આવો પ્રત્યાઘાત આપ્યો નથી : વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની આમાં ભૂમિકા શું? ખુદ અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે કટોકટી જાહેર કરવી પડી : આખું જગત આટલી હદે ગોટે ચડયું : ભાવિ સુરક્ષાની ગેરંટી આપવાની જવાબદારી કોની? ઘટનાનું મૂળ શોધ્યે જ છૂટકો !

ભારત સરકારે એક જવાબદાર વૈશ્ર્વિક રાષ્ટ્ર છતાં કશી જ ગંભીર ટીકા-ટિપ્પણી નથી કરી એનું રાજદ્વારી મહત્વ શું ? શેર બજારમાં ઐતિહાસિક ચઢ-ઉતરનો લાભ ભારતે કઈ રીતે મેળવ્યો અને કેટલો મેળવ્યો એ જાણવું પણ મહત્વનું: સરકારે જનતાને પરિસ્થિતિનો ખરેખરો ખ્યાલ આપ્યો હોત તો ડહાપણ ભર્યું લેખાત !

કોરોના’ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિએ અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટીની પરિસ્થિતિ (નેશનલ ઈમરજન્સી)ના પરિસ્થિતિ જાહેર કરી, અને ચીને અમેરિકા ઉપર કોરોના વાયરસ ફેલાવવાનું કૃત્ય જાણી સમજીને પ્રસરાવ્યું છે. એવો આક્ષેપ કર્યો તે બે ઘટનાઓ ગત સપ્તાહના અંત ભાગમાં બની હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અમેરિકાએ કોરોના વાયરસનો પ્રસાર રાજદ્વારી પ્રપંચના એક ભાગ‚પે કર્યો છે. એવા ચીનના આક્ષેપને અમેરિકાએ વિલંબ વિના નકારી કાઢ્યો છે. પરંતુ ચીને મૂકેલા આક્ષેપનો અર્થ ચીન અમેરિકાની આંખો હજુ પણ લડયા કરે છે. અને વિશ્ર્વના રાજદ્વારી કાવાદાવાઓમાં તેમજ યુનો કક્ષાના રાજકીય સંઘર્ષોમાં અને કાવાદાવાઓમાં તે બંને આમને સામને રહેશે.

1.Monday 2

ચીનનો આશય આ ભયંકર સ્વ‚પના મૂદ્દે અમેરિકાને બદનામ કરવાનો અને તેના પ્રત્યે ધિકકાર જગાડવાનો હોઈ શકે ! ચીને કરેલા આક્ષેપને લગતા પૂરાવાનો અભાવ ચીનની કમજોરી બની શકે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની આમાં ભૂમિકાશું એવો તર્ક થયા વિના રહેતો નથી.કોરોના વાયરસનો પ્રચાર ‘મેઈન ઈન અમેરિકા’ છે એ બાબત આખું વિશ્ર્વ જાણી શકયું છે.

આવો ભયાનક રોગ વિશ્ર્વમાં ફરી ન સર્જાય એ જોવાની ફરજ કે જવાબદારી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન)ની હોઈ શકે એણે જ ‘કોરોના’ના મારણ માટે શકય તમામ પગલા લેવાં જંગી રકમની સહાય જાહેર કરી જ દીધી હતી.

અમેરિકા જેવા વિશ્ર્વના સશકત દેશે દેશભરમાં કોરોના મુદ્દે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી દેવી પડી અને ભારત સહિત અનેક દેશોએ લાંબા સમય સુધી શાળાઓ-સિનેમાઓ અને ક્રિકેટ જેવા જાહેર મનોરંજનના આયોજનો બંધ કરી દેવા પડયા એની પાછળ કશું જ તો સાવધાન રહેવું પડે તેવું જોખમી હોતું હશે.

ભારત સરકારે વિશ્ર્વના આગેવાન દેશોમાંનાં એક તરીકે અને વિશ્ર્વના જવાબદાર રાષ્ટ્ર તરીકે કશી જ મહત્વની ટીકા ટિપ્પણી કરી નથી એનાં મૂળમાં ટ્રમ્પભકિત અને રાજદ્વારી પારંગતતા હોઈ શકે.

ભારત સહિત વિશ્ર્વના શેરબજારોમાં ચઢઉતરની જંગી ધમાચકડીઓ મચી એનો લાભ ભારતે કઈ કઈ રીતે મેળવ્યો અને ઉથલપાથલો આશીર્વાદમાં ફેરવી એ જાણવાનું અને એને લગતી સાચી સમીક્ષા ભારતીય શેર બજારો અને મૂડીરોકાણકારો પ્રાપ્ત થઈ એ જાણવું મહત્વનું બને છે. જેથી ભવિષ્યની આ પ્રકારની ઉથલપાથલો અને અત્યંત અચાનક સર્જાયેલી નવાજૂનીઓ વખતે લાભશુભ શું એનો ખ્યાલ આવી શકે.

દેશની સરકારમાં બેઠેલાઓએ પારંગત અમલદારોએ અને નાણાં મંત્રાલયે કોરોનાના પ્રસાર તથા તેની વિવિધ અસરોની વિસ્તૃત માહિતી અને જાણકારી જો દેશની જનતાને આપી હોત તો તે ડહાપણભર્યું ગણાત ! ગુજરાતના જાણીતા કવિ શ્રી રાજેન્દ્રશાહે તેમની એક કવિતામાં લખ્યું છે.

  • ભાઈ રે આપણા દુ:ખનું કેટલુ જોર !
  • નાની સરખી જાતક વાતનો
  • મચાવીએ બહુ શોર
  • ભાઈ રે આપણા દુ:ખનું કેટલુ જોર !

કોઈપણ દુ:ખને ઝાઝુ કેક્ષુલ્લક બનાવવું એનો આધાર મનુષ્યની પ્રકૃતિ અને એની સમજણ ઉપર રહે છે. દુ:ખ કયા કારણે આવ્યું છે એ એ સમજી લેવાનું ખબર નથી હોતું…જો દુ:ખના કારણને સાચી રીતે સમજી લેવાય અને તેનો સાચો ખ્યાલ પામી લેવાય તો એ દુ:ખનો હાઉ આપણે જ ઉભો કર્યો હોવાનું ખૂલ્લું થઈ જાય છે.

‘કોરોના’ની બાબતમાં અને તેના પ્રતાપે શેરબજારોમાં ચઢ ઉતરની જે ઉથળપાથલો અને ધમાચકડીઓ સર્જાઈ હોય તે એનાં સાચા સ્વ‚પોનો ખ્યાલ આવી જાય તો તેમાં લાભ કે શુભ હોવાનું જણાઈ આવે છે. મુખ્ય સવાલ એને સાચી રીતે મૂલવવાનો છે. સાચી રીતે સમીક્ષા કરવાનો છે. અને નાની નાની વાતોમાં ‘હાઉ’ ઉભો કરીને તેનાથી ભયભીત થવાની મજબૂરીને તિલાંજલી આપી દેવી ઘટે.

અહી કેટલાક લોકો એવો સવાલ પણ ઉઠાવે છે. કે શું પશુ-પ્રાણીઓ અને પંખીગણને કોરોના લાગૂ પડતો નથી? કોરોનાની મનુષ્યો મરીશકે, પણ મનુષ્યો સિવાયની જીવસૃષ્ટિ કોરોનાથી મૃત્યુ ન પામે અને માનવજીવનના શેર બજારો તેમજ અન્ય વેપાર-રોજગાર ઉપર એની વિપરિત અસર થાય અને સીનેમા મનોરંજન કાર્યક્રમો તથા ભણતર ગણતરને તે બૂરી રીતે સ્પર્શે પણ બાગ-બગીચાના ફૂલઝાડને અને વન-ઉપવનને તેમજ જંગલોને તે ન સ્પર્શે એ જેવું તેવું કૌતુક નથી. જીવ તો ઝાડપાનમાં પણ હોય છે. એ કોણ નથી જાણતા ?

આ બધુ છતાં કોરોના અને એની ઘાતકતા અંગે વૈજ્ઞાનિક સંશોધન થાય અને માનવજાત એનાથી પૂરેપૂરી જ્ઞાત થાય એ ડહાપણભર્યું લેખાશે.એક માણસનું કમોત પણ ગંભીરમાં ગંભીર ઘટના છે.

વિશ્ર્વનાં વૈજ્ઞાનિક્એ કુદરતી મૃત્યુના બદલે અપમૃત્યુના એકેએક બનાવને પરમેશ્ર્વરની મરજી વિ‚ધ્ધ આપણા સમાજમાં કશીજ દુર્ઘટના ન બને એને લગતુ ખાતરીબધ્ધ સંશોધન કરવું જ જોઈએ, જેમાં કોરોનાનો પણ સમાવેશ થઈ જવો જોઈએ માનવજાતે એમને સાથ-સહકાર આપવા જોઈએ જે દિવસે આ સ્વપ્ન મૂર્તિમંત થઈ જશે તે દિવસે આપણે ત્યાં સ્વર્ગ ખડું થઈ જશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.