Abtak Media Google News

ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા ચાઇના સાથે તેમજ સિક્કીમના સીએમ સાથે આ બાબતે વિગતવાર ચર્ચા

ચાઈના દ્વારા કૈલાસ માનસરોવરના પ્રથમ બેચના ૫૦ જેટલા યાત્રિકોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ યાત્રિકો દ્વારા કૈલાસ માનસરોવરની યાત્રા સિક્કીમના નથુલ વિસ્તારમાંથી પસાર થઈને કરવાના હતા. આ વિસ્તારમાં પ્રવાસ કરવા માટે ચાઈનાના સિયાચીનમાંથી શનિવારે ૧૪૦ લોકોને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. યાત્રિકોની પ્રથમ બેચ ૧૫ જુને ગંગટોકથી પરત ફરવાના હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માટે કાયદેસરની માન્યતા મળ્યા બાદ જ કૈલાસ માનસરોવર યાત્રા માટે સિક્કીમ ખાતેથી પરત નવીદિલ્હી ખાતે બન્ને બેચના યાત્રિકો પરત ફર્યા હતા.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા સિક્કીમ પ્રવાસન વિકાસ કોર્પોરેશનને પુછયા બાદ જ નોડાલ એજન્સી દ્વારા યાત્રિકોને સિક્કીમ લઈ જવામાં આવ્યા હતા. આ તમામને નવીદિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. કારણકે સિક્કીમમાંથી યાત્રાને ચીન દ્વારા રોકવામાં આવી હતી.

જેમાંથી પરત આવેલા પ્રથમ બેચના યાત્રિકો માટે રહેવા માટેની વ્યવસ્થા સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ અંગે એક અધિકારી સુમન થાપા દ્વારા ગંગટોક ખાતે જણાવવામાં આવ્યું હતું કે જો જ‚ર જણાય તો તેમને સીલીગુરી લઈ જઈ દિલ્હી ફલાઈટ દ્વારા મોકલવામાં આવ્યા હતા.

ચાઈના દ્વારા તેમના આ કુદરતી પ્રવાસને રોકવામાં આવ્યો હતો અને યાત્રિકો માટે પ્રવેશદ્વાર ખોલવામાં ન આવતા તેમને ક્ષેત્રાંગ ખાતે એક અઠવાડિયાના રોકાણ બાદ પરત ફરવું પડયું હતું. સુત્રો જણાવે છે કે ચાઈના બાજુના વિસ્તારમાં વાતાવરણની અસરનું બહાનુ આપી તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જયારે બીજી બેચના યાત્રિકોને ગંગટોકમાં રોકાઈ રહેવુ પડયું હતું. આ અંગે ચાઈના સાથે ચર્ચા ચાલી રહી છે એવું માનસરોવર યાત્રા સમિતિના ગોપાલ બાગલેએ જણાવ્યું હતું. તેમજ સિક્કીમના સીએમ પવનકુમાર સાથે ગૃહમંત્રી દ્વારા નવીદિલ્હી ખાતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સુત્રોએ આપી હતી.

ચાઈના દ્વારા દરવાજો ખુલ્લો મુકાયો હોત તો ૨૦ જુને જ આ યાત્રા પૂર્ણ કરી ચુકયા હોત અને સરકાર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું હૈદરાબાદના જયા નામની સ્ત્રી યાત્રિકે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.