Abtak Media Google News

મૃત્યુ પહેલા મારા સંતાનોને તેમની પેઢીઓનું રહેણાંક સ્થળ બનાવવા માંગું છું

૬૫ વર્ષના અનુભવી ફિલ્મ કલાકાર ઋષિ કપુર ટવીટ કરી જણાવ્યું હતું કે મારે મૃત્યુ પહેલા એક વખત પાકિસ્તાન જવું છે. મારા બાળકોને તેમના પૂર્વજોનું ઘર બતાવવું છે. બસ આટલું કરાવી દો, આમ ઋષિ કપુર બોલ્યા હતા. હકિકતમા પાકિસ્તાનના પેશાવરમાં વર્ષ ૧૯૧૮ અને ૧૯૨૨ માં પૃથ્વીરાજ કપુરના (ઋષિ કપુરના દાદા) પિતા દિવાન બાહેશ્ર્વરનાથ કપુરે મકાનનું નિમાર્ણ કરાવ્યું હતું.જે કપુર ખાનદાનમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પ્રવેશ કરનારા પ્રથમ વ્યકિત રહ્યા હતા. ૧૯૪૭ ના ભારત પાકિસ્તાનના ભાગલા બાદ કપુર પરીવાર  ભારત સ્થળાંતર થઇ ગયા હતા. શનિવારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સંભાળતાકાશ્મીરનો હિસ્સો પાકિસ્તાનમાં જ રહેશે. જેમાં કોઇપણ પ્રકારના ફેરફારો થશે નહીં ત્યારે ઋષિ કપુરે લખ્યું હતું કે સલામ અબ્દુલ્લાહજી હું તમારીસ સાથે સંપૂર્ણરીતે સહમત છું જમ્મુઅને કાશ્મીર અમારું છે પરંતુ પીઓકે તો પાકિસ્તાનનું જ છે તેથી આપણે સમસ્યાઓનું સમાધાન કરી શકીએ આ ટવીટ કર્યો બાદ તે ટ્રોલનો શિકાર બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.