• 1828 સુધીમાં પાઉડર ચોકલેટ બનાવાય અને 1948માં પ્રથમ ચોકલેટ મિલ્ક પાઉડરનો દૂધમાં ઉમેરો કરાયો

અબતક, અરૂણ દવે, રાજકોટ
આજે રાષ્ટ્રીય હોટ ચોકલેટ દિવસ છે, ત્યારે તેના ઇતિહાસ વિશે એક રસપ્રદ લાંબી સમય રેખા જોવા મળે છે. આજના યુગમાં બાળથી મોટેરાઓ ચોકલેટનો આનંદ માણે છે, ત્યારે યુવાધનમાં તેનો ક્રેઝ ખુબ જ વઘ્યો છે. સંબંધોને સબળ બનાવવા તથા એક લાગણી અને પ્રેમ દર્શાવવાનું પ્રતિક ચોકલેટ બની છે.

1500 બીસીમાં ઓલ્મેક, મય, એઝટેક જેવા લોકોએ તેમના ધાર્મિક તહેવારોમાં ચોકલેટ પીણાનો સમાવેશ કર્યો હતો. 1657માં લંડન ખાતે પ્રથમ ચોકલેટ હાઉસનો પ્રારંભ થયો હતો. 1968માં યુકેમાં રેગે, સોલ, રોક અને ડિસ્કોનું મિશ્રણ ચલણમાં આવ્યું હતું. 2004માં હોટ ચોકલેટ યુવા હૈયાઓની પ્રિય બની ગઇ હતી.

શિયાળાના ઠંડા દિવસોમાં વરાળ નીકળતી હોટ ચોકલેટનો સ્વાદ તન,મનને પ્રફુલ્લિત કરે છે. હોટ ચોકલેટનો લાંબો અને આહલાદક ઇતિહાસ છે. આજના યુગમાં જે રીતે લોકો હોટચોકલેટ પીવે છે, તેનાથી તે અલગ છે. ચોકલેટમાં બીન્સ અને ખાંડનો ઉપયોગ યુરોપમાં વધતા કોકોનો સોલિડસનો વપરાશ વધતા ચોકલેટ બાર અને ચોકલેટ કેન્ડી બનાવવાની શરુઆત થઇ હતી. આજનો ચોકલેટ દિવસ આ સ્વાદિષ્ટ પીણાની ઉજવણી માટે પ્રસંશા કરવા માટે પ્રોત્સાહીત કરે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.