Abtak Media Google News

યુવાનોમાં રહેલી ઉધોગ સાહસિકતા, ઈનોવેશન, રિસ્ક ટેકીન એબીલીટી સહિતનાં ગુણોને ઉજાગર કરાશે

સીઆઈઆઈ રાજકોટ અને વાય.આઈ એટલે યંગ ઈન્ડિયન દ્વારા રાજકોટ ખાતેનું ચેપ્ટર લોન્ચ કરવામાં આવશે જેમાં રાજકોટનાં નવયુવાનોમાં રહેલી કાબેલીયત અને કુશળતાને બહાર લાવી અને લીડર્સશીપનો ગુણ વિકસાવવામાં આવશે જે માટે રાજકોટની સિઝનર્સ હોટલ ખાતે અને ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમને શોભાન્વિત કરવામાં આવશે.

યંગ ઈન્ડિયન ગ્રુપનું નિર્માણ રાજકોટનાં ૩૨ જેટલા યુવાન મિત્રોનાં સંયુકત ઉપક્રમે આ ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રુપનું નિર્માણ સોસાયટીમાં અપડેશન લાવવું, રોડ સેફટીમાં લોકોને જાગૃત કરવા, યુવાનોમાં પડેલી ઉધોગ સાહસિકતાને બહાર લાવવા તથા હાલ જે રીતે ડીજીટલાઈઝેશનનો જમાનો પ્રવર્તીત છે તેમાં ઈ-કોમર્સથી થતી તકલીફોને દુર કરવા માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેનાથી રાજકોટનાં નવયુવાનો અને યુવા પેઢીને ગ્રુપનો મહતમ લાભ મળશે. તમામ મુખ્ય શહેરોમાં વાય.આઈ એટલે કે યંગ ઈન્ડિયા નામક ગ્રુપ કાર્યરત છે કે જયાં જે-તે શહેરમાં યુવાનોને પડતી તકલીફો અને મુશ્કેલીઓનું નિવારણ લાવી શકશે.

યુવાનોમાં ઈનોવેશન માટેનાં કૌશલ્યમાં વધારો કરવા માટે પણ આ ગ્રુપ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. હાલ ૨૧મી સદીની વાત કરવામાં જો આવે તો યુવાનોમાં રીસ્ક ટેકીન એબીલીટી જોવા મળતી નથી ત્યારે જો યુવાનો રીસ્ક ટેકીન એબીલીટીમાં નિપૂર્ણ થશે તો તેમને તેમનાં વ્યાપારમાં, ઉધોગમાં પડતી તકલીફોમાંથી તે દુર થશે અને એક નકકર પરીણામ સુધી પહોંચી શકશે. આ માટે યુવાનોમાં જાગૃતતા લાવવી ખુબ જ અનિવાર્ય છે. કારણકે આજનાં નવયુવાનો ખોટી દિશામાં ફંટાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે યંગ ઈન્ડિયા અને સીઆઈઆઈ રાજકોટ ચેપ્ટર આ તમામ વાતોને ધ્યાને લઈ રાજકોટમાં કાર્ય કરશે અને નવયુવાનોનાં કૌશલ્યમાં વધારો કરશે.

આજના આ ચેપ્ટરનાં લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં યંગ ઈન્ડિયા, સીઆઈઆઈ શું છે ? તેની જાણકારી આપવામાં આવશે. તેમજ ભવિષ્યમાં સીઆઈઆઈ યંગ ઈન્ડિયા કેવા-કેવા કાર્યો કરવાનું છે તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે તેમ વાય આઈ, સીઆઈઆઈનાં ભાવિન ભાલોડિયા સહિતનાઓએ જણાવ્યું હતું અને અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.