Abtak Media Google News

સ્વ.દેવજીભાઈ મકવાણાનું અવસાન થતા તેમની બદલે વજુભાઈ લુણાસીયાની અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે વરણી

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનાં નેતૃત્વમાં ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો વ્યાપ વધે તેવા આશયથી સંગઠન પર્વ અંતર્ગત વિવિધ મોરચાના હોદેદારોની નિયુકિત કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.ખીમસુરીયા મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણભાઈ ચૌહાણ સાથે વિચાર-વિમર્શ કરી રાજકોટ શહેર ભાજપના અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રીની નિમણુક કરી હતી. આ ઉપરાંત ગત વર્ષે શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ દેવજીભાઈ મકવાણાનું દુ:ખદ અવસાન થતા તેમની ખાલી પડેલ સ્થાન પર વજુભાઈ લુણાસીયાની શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

આ વરણી કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારીત છે અને પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓમાં છેવાડાના માનવીનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે અને સાથો સાથ ભારત માતાનું ગૌરવ વધે તે વાત કાર્યકર્તાઓના દિલમાં પડેલી છે. ત્યારે અનુ.જાતિ મોરચાના માધ્યમથી રાજય સરકારની વિવિધ યોજનાઓથી દલિત સમાજને વધુને વધુ લાભ મળે અને તેનો ઉત્કર્ષ થાય તેવા આશયથી શહેર ભાજપ અનુ.જાતિ મોરચામાં વોર્ડ પ્રમુખ-મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે ત્યારે આ નવનિયુકત શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ તેમજ શહેર ભાજપના હોદેદારોથી લઈ તમાર શ્રેણીના કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.