Abtak Media Google News

સ્માર્ટસીટી રાજકોટને હેલ્ધી બનાવી રાખવા માટે સ્વચ્છતા ઝુંબેશના ભાગ‚પે શહેરમાં સુકો અને ભીનો કચરો અલગ પાડવાની પહેલ કરવામાં આવી છે.જેમા શહેરીજનો ખૂબજ ઉત્સાહપૂર્વક સહકાર આપી રહ્યા છે. તો શહેરના કાર્યકરો અને જાગૃત નાગરીકોને કારણે સ્વચ્છતાની કામગીરીને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Advertisement

આ તકે ઝોન ૧ના નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમગ્ર ભારતમાં હાલ સ્વચ્છતાની પહેલ ચાલી રહી છે. ત્યારે રાજકોટ પણ સ્વચ્છતા માટે સભાન થઈ રહ્યું છે. ખાસ તો પ્રશાસન દ્વારા પૂરતા પ્રયત્નો કરી પ્રજાને જાગૃત કરવાની ઉમદા કામગીરી કરવામાં આવે છે.ગાર્બેજ ડિસ્પોઝલ માટે સુકો કચરો અને ભીનો કચરો અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાની પર્યાવરણને મોટો ફાયદો થશે. કચરો જયાથી ઉત્પન્ન થાય છે. ત્યાંથી જ તેને અલગ કરી તેને ડિસ્પોઝ કરવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે આપણે આપણા ઘર જે રીતે સ્વચ્છ અને સુઘડ રાખીએ છીએ તે જ રીતે આપણી શેરી, આપણુ શહેર પણ સ્વચ્છ રાખવું જોઈએ. કોઈ એક વ્યકિત સ્વચ્છતા તરફ પ્રયાણ કરે તો તેને સાથે આપમેળે બીજા લોકો પણ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.