Abtak Media Google News

સફાઈ,સ્વચ્છતા અને આપણું જીવન

આરોગ્યપ્રદ જીવન શૈલી સાથે સંકળાયેલી આદતો સાથે તેનો સીધો સંબંધ: સ્વચ્છતાનો અર્થ રોગોનો ફેલાવો અટકાવવા માટેની પધ્ધતિ એવો ગણી શકાય

સ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે  આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર  ધરાવે છે

કોઈપણ દેશના વિકાસમાં સ્વચ્છતા અને શિક્ષણ મહત્વની  બાબત ગણી શકાય છે. વિદેશોની ચોખ્ખાઈ આપણને ઉડીને આંખે વળગે છે. આપણે પણ  ત્યાં જઈએ ત્યારે તેના કડક નિયમોનું પાલન કરીએ છીએ પણ  પરત દેશ ફરતા ફરી આપણી ઘરેડમાં  ગોઠવાઈ જાય છે. સફાઈ સ્વચ્છતા અને આપણુ  જીવન આ મહત્વના ત્રણ પાયા ગણી શકાય. વિદેશોના નાગરીકો ત્યાં 100 ટકા  શિક્ષણ સમજ ફરજને કારણે ત્યાં ના વિકાસમાં સુગમતા રહે  છે. જોકે ત્યાં વસ્તી ઓછી હોવાથી  વ્યવસ્થા કરવામાં સરળતા રહે છે. આપણાં દેશમાં તેનાથી સાવ ઉલ્ટું દ્રશ્ય જોવા  મળે છે. સ્વચ્છતાનો ખ્યાલ એ   જૂના  તબીબી શાસ્ત્રના   ખ્યાલ સાથે સંકળાયેલો છે.

આપણાં જીવનની આરોગ્યપ્રદ શૈલી સાથે  સંકળાયેલી  આદતોને તેની સાથે સીધો સંબંધ છે. સ્વચ્છતાનો ખ્યાલ કે અર્થ રોગોનો ફેલાવો   અટકાવવા માટે ગણી શકાય છે. આમ જોઈએ તો તે એક વિજ્ઞાનની  શાખા પણ છે. જે આરોગ્યની જાળવણીઅને  પ્રોત્સાહન સાથેનો વ્યવહાર   દર્શાવે છે. આપણા દેશનાં  નાગરીકો વિદેશી કલ્ચર બહુ ઝડપથી અપનાવે છે,પણ તેની  ઘણી સારી વાતો કે  રીતો આપણે અપનાવતાનથી એ હકિકત છે. આજે શહેરો   ગામમાં જયા ત્યાં કચરો  ઠાલવવાની  આપણી ટેવ ઘણા રોગોને આમંત્રણ આપે છે.આજે પણ ગામડાઓમાં ઉકરડા જોવા મળે છે.   લોકો કોરોના બાદ બહુ  જ સમજી ગયા છે, પણ ફરી એક  રૂટીંગ સ્ટાઈલમાં જીવન શૈલી આવી ગઈ છે.

Untitled 1 23

પૃથ્વીપર  વસતાં દરેક  માનવીએ પોતાના  શરીરનું વિજ્ઞાન જાણવું જરૂરી છે. શરીરનાં દરેક અંગો, તેનું કાર્ય, મહત્વનાં અંગો સાથે દરેકની સંભાળ  અને સ્વચ્છતા સમજવી કે રાખવી ખુબજ જરૂરી છે.  આપણે નાના બાળકને શરૂઆતથી જ આવી સુટેવોનું ઘડતર કરીશું તોજ આપણે સમગ્ર દેશનું વાતાવરણ બદલી શકીશું આજે ઘણા મા-બાપો ગરીબી અને છોકરાને આર્થિક ઉપાજનમાં લઈ જતા હોવાથી શાળાએ   મોકલતા નથી, ફરજીયાત અને મફત શિક્ષણની જોગવાઈ હોવા છતાં  મા-બાપો  સંતાનોને શાળામાં  મોકલતા નથી. શિક્ષણથી વંચિત  રહેનાર બાળક  આપણુ ભાવી   નાગરીક હોવાથી તેનોસંર્વાગી વિકાસ જરૂરી છે.

આજે ઝુપડપટ્ટીના બાળકો અને   તેનું પર્યાવરણ જોઈએ તો    ખબર પડે  કે સ્વચ્છતા અને શિક્ષણની   મહત્તા કોઈ સમજતા નથી ગુણવત્તાસભર  જીવન જીવવા   સ્વચ્છતા અને  શિક્ષણ અતી જરૂરી છે. શારીરિક વિકાસમાં પણઆ  સ્વચ્છતા  અતી મહત્વનો  ભાગ ભજવે છે.

આપણા જીવનની રોજીંદી પ્રક્રિયામાં  આપણે કેટલીકાળજી લઈએ છીએને સૌને ખબર છે. પેૌષ્ટિક આહારની   સમજ માટે હવે  સેમીનારો યોજવા પડે છે. કે માંદા પડીએ ત્યારે  ડાયેટીશીયનની  સલાહ ખૂબજ ખોરાક  ખાઈએ છીએ. આજે દરેક વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાથી આપણા આરોગ્ય પર મોટોખતરોજોવા મળી રહ્યો છે. રૂટીંગ  લાઈફમાં હાથ ધોવા, નખ કાપવા, નાક-કાન કે આંખ સાફ રાખવી  તેટલું પુરતું  નથી, પણ હૃદય-મગજ કિડની દાંત હાથ   પગ જેવા અંગોની   સફાઈ પણ રાખવી જરૂરી છે. હવા પાણી અને ખોરાક જેલો ચોખ્ખો  લઈએ તેટલું  જીવન ગુણવતા  સભર બને.

ઘરની આસપાસની  સેનીટેશન વ્યવસ્થા પણ લોકોની સુખાકારી  વધારી શકે છે. આપણા દેશનો પ્રથમ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ 1986માં શરૂ કરેલ પણ આજે  38 વર્ષે પણ આપણે ધાર્યા પરિણામો લાવી શકયા નથી, જે નગ્ન સત્ય છે.  ઘર આસપાસનો વિસ્તાર  સ્વચ્છ રાખવો આપણી  ફરજ છે. વેલકમ સ્વચ્છતા અને  બાયબાય ગંદકી જેવા સુત્રને આપણે જીવન મંત્ર બનાવવો પડશે. દરેક નાગરીકે  પોતાની સફાઈ બાબતે  પણ જાગૃત  થવાની જરૂર છે, જોકે આ બધુ સુટેવો શિક્ષણ વગર આવી ન શકે તેથી બધા શિક્ષણ લેતા થાય તે જરૂરી છે.

છેલ્લા દશકામાં  ઘણી સારી  સફળતા સરકારી કાર્યક્રમોને  કારણે મળી   છે, પણ હજુ ઘણુ કરવાનું બાકી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે  ઘણી મુશ્ક્ેલી પણ આપણે ભોગવવીએ છીએ છતાં આપણે બદલાવ લાવતા નથી. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, આજે બધશ ભણી રહ્યા છે, ભજહે આવનારા છ સાત વર્ષોમાં ડીગ્રી મેળવીને લાખો યુવા વર્ગ બહાર આવશે ત્યારે  દેશનું ચિત્ર જુદુ હશે. બધોજ  બદલાવ  સરકારી આયોજન ન કરી શકે, આપણે  સહયોગ આપીને બદલાવ  કરવો જરૂરી છે.

આજે કોઈને ગામડે રહેવું ગમતું નથી, બધાને શહેર તરફની દોટ  મુકવી છે,પણ  રજા કે  વેકેશનમાં તો ફરી કુદરતનાં ખોળે કે શુધ્ધ હવાનો ઓકિસજન યુકત આનંદ લેવા ગામડે જવું કે ફાર્મ હાઉસે જવું જ છે. જીવન શૈલી બદલી તેથી માનવી દુ:ખી થઈ ગયો છે. મેન્ટલ હેલ્થ આજના યુગમાં અતી આવશ્યક ગણી શકાય છે. આજે દિન પ્રતિદિન વાયરસો  આવતા થાય છે, ત્યારે આપણાં શરીરની  રોગ પ્રતિકારક મજબુત બનાવવા કોઈએ આયોજન કરવું નથી. રોગો  સામે લડવા માટે ઈમ્યુનસીસ્ટમ તાકાતવાન બનાવવા સ્વચ્છતા સાથે પૌષ્ટિક આહાર અને માનસિક સ્વાસ્થ્ય અતી મહત્વનું છે.આપણે આપણું જીવન નિયમિત સ્વચ્છતા રાખીને  પ્રબળ  બનાવીએ એજ આપણું પ્રથમ કાર્ય ગણી શકાય છે, પણ આપણે આપણાં ચહેરાની સુંદરતામાં જ ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. આપણું શરીર પગથી માથા સુધી છે, એ ભૂલવું ન જોઈએ.‘ચાલો આજે જ સંકલ્પ કરીએ કે હું રોગ મુકત રહીશ, અને મારા પરિવારને પણ રાખીશ’

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.