Abtak Media Google News

ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીની જાહેરાત: બંધ શાળાઓની સંખ્યાનું પણ સર્વેક્ષણ કરાશે

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે. હકીકતમાં આતંકવાદના કારણે રાજ્યમાં ૫૦,૦૦૦ જેટલા મંદિરો બંધ થયા છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધ પડેલા મંદિરો ફરીથી ખોલવામાં આવશે. જી કિશન રેડ્ડીએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં બંધ પડેલી શાળાઓની સંખ્યા જાણવા માટે સર્વે કરાવવામાં આવશે. આ અંગે એક કમિટી બનાવવામાં આવી છે. વર્ષોવર્ષ ૫૦ હજાર જેટલા મંદિરો બંધ થઈ ગયા છે. તેમાંથી કેટલાક નષ્ટ કરવામાં આવ્યાં છે અને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી. આવા મંદિરોનો પણ સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરતા પહેલાં પીએમ મોદીએ રવિવારે ભારતીય સમુદાયના લોકોની મુલાકાત કરી. શીખ સમુદાયના લોકોએ કરતારપુર કોરિડોરને માટે તેમનો આભાર માન્યો તો અમેરિકામાં રહેનારા કાશ્મીરી પંડિતો તેમને મળીને ભાવુક થયા. વાતચીત સમયે કાશ્મીરી પંડિતોના સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા સુરિંદર કૌલે તેમનો હાથ ચૂમ્યો અને સાથે કૌલે તેમને આર્ટિકલ ૩૭૦ હટાવી લેવાના નિર્ણયને લઈને સ્વાગત કર્યું. તેઓએ પીએમ મોદીને કહ્યું કે જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે લેવાનારા દરેક પગલાંમાં અમે તમારી સાથે છીએ. કૌલે વાતચીતમાં કહ્યું કે અમે તમને ૭ લાખ કાશ્મીરી પંડિતોની તરફથી ઐતિહાસિક નિર્ણય લેવા માટે ધન્યવાદ આપીએ છીએ. અમે આશ્વાસન આપ્યું છે કે અમારો સમુદાય સરકારની સાથે મળીને કાશ્મીરના સપનાને પૂરા કરશે. જ્યાં શાતિ હશે, વિકાસ હશે અને બધા ખુશ હશે. આ વેળા એ જ કાશ્મીરી પંડીતોએ જમ્મુ કાશ્મીરમાં બંધ પડેલા મંદીરો ફરી ખોલવાની માંગ કરી હતી

આજે બેંગલૂરુમાં ગૃહરાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કહ્યું અમે કાશ્મીરની બંધ શાળાઓની સંખ્યાનું સર્વેક્ષણ કરવા અને તેને ફરીથી ખોલવા માટે એક સમિતિનું સંગઠન કર્યું છે. વીતેલા વર્ષોમાં લગભગ ૫૦ હજાર મંદિરો બંધ કરી દેવામાં આવ્યા બતા. જેમાં કેટલાકને નષ્ટ કરી દેવામાં આવ્યા તો કેટલીક મૂર્તિઓને તોડી દેવામાં આવી. અમે આ પ્રકારનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બંધ મંદિરોને ફરીથી ખોલી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.