Abtak Media Google News

અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક અને આમ્રપાલી ફાટક બ્રિજ તથા રૂડા દ્વારા બનાવવામાં આવનાર ૪૯૬ આવાસનું ખાતમુહૂર્ત કરાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આગામી શનિવારે રાજકોટમાં કોર્પોરેશન અને રૂડાનાં અલગ-અલગ ૪ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયાએ જણાવ્યું હતું.

Advertisement

Dsc00

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓનાં હસ્તે મહાપાલિકાનાં સ્માર્ટ સિટી અંતર્ગત રૂ.૧૩૬ કરોડનાં ખર્ચે અટલ સરોવર ડેવલોપમેન્ટ પ્રોજેકટ, રૂ.૮૪.૭૧ કરોડનાં ખર્ચે હોસ્પિટલ ચોક ટ્રા-એન્ગલ ઓવરબ્રીજ અને રૂ.૨૫.૫૩ કરોડનાં ખર્ચે આમ્રપાલી રેલવે ફાટક પાસે બનનારા અંડરબ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૫૩.૨૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર ઈડબલ્યુએસ-૧ અને ઈડબલ્યુએસ-૨નાં કુલ ૪૯૬ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

એફકેઝેડ

મુખ્યમંત્રી રૂ.૨૯૯.૪૪ કરોડનાં ૪ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે. કાર્યકારી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડીવીઝનલ મેનેજર પશ્ચિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ  નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.