Abtak Media Google News

૩ લાખમાં લાભાર્થીઓને અપાશે વન બેડ હોલ કિચન સાથેની સુવિધાથી સજજ ફ્લેટ

પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ ઘર-૧, ૨ અને ૩ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલા ૨૧૭૬ આવાસનો આગામી વિજયા દશમીનાં દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ડ્રો યોજવામાં આવશે અને લાભાર્થીઓને કવાર્ટરની ફાળવણી કરવામાં આવશે. માત્ર ૩ લાખમાં લાભાર્થીને વન બેડ હોલ કીચનની સુવિધા સાથેનું આવાસ ફાળવવામાં આવશે.

Advertisement
Cm-Draws-3-Smart-Home-At-Cms-Hands-Allotment-Of-Accommodation-To-Beneficiaries
cm-draws-3-smart-home-at-cms-hands-allotment-of-accommodation-to-beneficiaries

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા સ્માર્ટઘર-૧માં ૩૮૪ કવાર્ટર, સ્માર્ટઘર-૨માં ૬૧૬ કવાર્ટર અને સ્માર્ટઘર-૩માં ૧૧૭૬ કવાર્ટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂા.૧૬૨.૧૮ કરોડનાં પ્રોજેકટ છે. ૨૧૭૬ આવાસ માટે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ૧૦,૮૬૯ અરજીઓ આવી હતી.

ચકાસણી બાદ ૬૬૯૦ અરજીઓ માન્ય રહી છે જેનો ડ્રો આગામી વિજયા દશમી એટલે કે ૮મી ઓકટોબરનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે યોજાશે અને લાભાર્થીઓને કવાર્ટરની પણ ફાળવણી કરી દેવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીને ૧.૫૦ લાખની સહાય રાજય સરકાર, ૧.૫૦ લાખની સહાય કેન્દ્ર સરકાર આપવામાં આવશે. જયારે લાભાર્થીઓનો ફાળો માત્ર રૂા.૩ લાખનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.