Abtak Media Google News

ગુજરાતવાસીઓને છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીમાં થોડો ઘટાડો થશે.આજે રાજકોટનું લઘુતમ તાપમાન પણ ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું અને નલીયાનું પણ તાપમાન થોડુ ઉંચકાયું છે અને ૮.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૮.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને ૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે સૌરાષ્ટ્રનાં ગીરમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને ૨.૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત છે જોકે ઉતર-પૂર્વથી પૂર્વની દિશાનો પવન છે જેના કારણે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાંજના સમય બાદ ઉતર-૫ૂર્વની દિશામાં પવન ફુંકાતા ઠંડીના ચમકારાનું પ્રમાણ વઘ્યું છે જોકે ગુજરાતવાસીઓને ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.