Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના અનોખા અંદાજ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે રાજકોટના રાજવી પરિવાર હંમેશા અલગ અને આકર્ષિત અંદાજમાં જોવા મળતો હોય છે. વહેલી સવારથી પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મતદાન મથક પર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા.

જે કારમાં તેઓ મતદાન કરવા ગયા હતા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજ પરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે સહ પરિવાર પોતાનો ફરજ નિભાવીને મતદાન કર્યું હતું. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.