Abtak Media Google News

લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે ખાસ તકેદારી રખાશે

લોક ડાઉનનાં પગલે આવશ્યક ચીજ-વસ્તુઓની અછત ન સર્જાય તે માટે આ તમામ ચીજવસ્તુઓનાં ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેકટર રૈમ્યા મોહને એક કમિટી રચી છે જેમાં અધિકારીઓને સમાવવામાં આવ્યા છે. આ કમિટી લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ બને તેની તકેદારી રાખશે.

કોરોનાનાં પગલે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે જેથી હવે કરીયાણાની દુકાનો, પેટ્રોલપંપ, મેડિકલ સ્ટોર્સ, ડેરી, શાકભાજી, ફળ-ફળાદીની દુકાનો ખુલ્લી રાખવાનું સુચન આપવામાં આવ્યું છે જેથી લોકોને કોઈ અગવડતા ન સર્જાય. વધુમાં લોકડાઉનની સ્થિતિમાં કોઈપણ જીવન જરૂરીયાતની વસ્તુની અછત ન સર્જાય તે માટે જિલ્લા વહિવટી તંત્રએ કવાયત ચાલુ કરી છે. જિલ્લા કલેકટર રૈમ્યા મોહન દ્વારા જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન માટે એક કમિટી રચવામાં આવી છે જેમાં સમિટીનાં અધ્યક્ષસ્થાને ડિવીઝનલ મેનેજર-જીઆઈડીસીની નિમણુક કરવામાં આવી છે.

જયારે સમિતીનાં સભ્યો તરીકે જિલ્લા ઉધોગ કેન્દ્રનાં જનરલ મેનેજર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં મદદનીશ કમિશનર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થનાં આસીસ્ટન્ટ ડાયરેકટર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, નાયબ શ્રમ આયુકતની કચેરીનાં શ્રમ અધિકારી, આઈએમવી આરટીઓનાં એમ.ડી.પાનસરીયા, કલેકટર કચેરીનાં જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરીની આરો શાખાનાં નાયબ મામલતદાર એ.એસ.દોશી, કલેકટર કચેરીની આરઓ શાખાનાં કલાર્ક ગોપી વડાલીયાની નિમણુક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.