Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે ૧૮ નોડલ ઓફિસર અને ૨૫૪ માઈક્રો ઓબ્ઝર્વર કાર્યરત રહેશે: કાલે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે

લોકસભા ચુંટણીની જાહેરાત થઈ ગયા બાદ જિલ્લા કલેકટર કચેરીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ લેવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વિધાનસભા બેઠક વાઈઝ ૩ ફલાઈંગ સ્કવોર્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે ૧૮ નોડલ ઓફિસર અને ૨૫૪ માઈક્રો ઓબ્ઝર્વર પણ ચુંટણી વખતે કાર્યરત રહેવાના છે. આ સાથે જરૂરી સુચનો આપવા માટે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોની બેઠક પણ આવતીકાલે યોજાનાર છે. ચુંટણીપંચ દ્વારા ગઈકાલે ચુંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મતદાનની તારીખ ૨૩ એપ્રિલ જાહેર કરવામાં આવી છે.

લોકસભાની ચુંટણી જાહેર થયા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા તેમજ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ધાંધલના માર્ગદર્શન હેઠળ આજથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આજથી કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં જિલ્લામાં થતા આચારસંહિતા ભંગની ફરિયાદો લેવામાં આવશે. કંટ્રોલરૂમમાં બે-બે કર્મચારીઓની રાઉન્ડ ધ કલોક ડયુટી લેવાની છે. આ કંટ્રોલ રૂમના નંબર ૧૯૫૦ છે.

વધુમાં રાજકોટ જિલ્લામાં આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આચારસંહિતાની કડકપણે અમલવારી માટે ૧૮ નોડલ ઓફિસર, ૨૫૪ માઈક્રો ઓબ્ઝર્વર કાર્યરત કરવામાં આવશે. આ સાથે દરેક વિધાનસભા બેઠક વાઈઝ ૩ ફલાઈંગ સ્કવોર્ડ, ૩ વિડીયો સર્વેલન્સ તેમજ વિડીયો વ્યુહીંગ ટીમ રાખવામાં આવી છે. જો આચારસંહિતાનો ભંગ થતો જણાય તો નાગરિકોએ કંટ્રોલ રૂમને અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં ટીડીઓ, નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર તેમજ શહેરી વિસ્તારમાં પ્રાંત અધિકારીઓને ફરિયાદ કરવા જણાવાયું છે. રાજકોટ જિલ્લાની આચારસંહિતા અમલીકરણની સંપૂર્ણ જવાબદારી એન.એફ.ચૌધરીને સોંપવામાં આવી છે.

લોકસભાની ચુંટણી માટે તંત્ર દ્વારા અગાઉ ૨૭૬૧ વીવીપેટ, ૨૬૬૮ કંટ્રોલ યુનિટ તેમજ ૩૨૮૮ બેલેટ યુનિટનું ફસ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તાજેતરમાં વધારાના મળેલ ૯૦ વીવીપેટનું પણ હાલ ફર્સ્ટ લેવલ ચેકિંગ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલના રોજ આચારસંહિતાનું પાલન અને ખર્ચ બાબતની ગાઈડલાઈન વિશે સુચન કરવા જિલ્લા ચુંટણી અધિકારીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજાનાર છે. જેમાં રાજકીય પક્ષોને ચુંટણી અંગેનું વિવિધ માર્ગદર્શન તેમજ આચારસંહિતાનું પાલન અને ખર્ચ વિશે માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ૨૨૪૦ મતદાન મથકો છે. આ મતદાન મથકો પર સુરક્ષાને ધ્યાને લઈને ૩૫થી વધુ પેરા મિલેટ્રી ફોર્સની કંપનીઓ બોલાવવામાં આવશે. મતદારોની સંખ્યાના છેલ્લા આંકડા પર નજર કરીએ તો ૬૮ રાજકોટ પૂર્વમાં ૨૬૭૩૬૯, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૩૨૪૪૮૮, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૨૪૫૫૫૫, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૩૧૨૧૮૪, ૭૨ જસદણમાં ૨૩૨૧૧૬, ૭૩ ગોંડલમાં ૨૧૬૪૫૧, ૭૪ જેતપુરમાં ૨૫૮૯૭૦ અને ૭૫ ધોરાજીમાં ૨૫૬૧૮૩ આમ કુલ જિલ્લામાં ૨૧,૧૩,૩૧૬ મતદારો નોંધાયા છે. 

રાજકોટ એસ.ટી. વિભાગમાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારી ૫૦૦બસો અને ડેપો ઉપરથી સરકારી યોજનાની જાહેરાતોના બેનરહોર્ડીંગ ઉતારવાનું શરૂ

ગઈકાલે લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાના પગલે સર્વત્ર આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જુદા જુદા સરકારી ખાતાઓ દ્વારા નવા કામો કે જાહેરાતો હવે થશે નહી અને તંત્ર લગભગ નિષ્ક્રીય બની જશે.

દરમ્યાન આ આચારસંહિતાના પગલે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા આચારસંહિતાની ચુસ્ત અમલવારી આજથી શ‚ કરી દેવામાં આવી છે. આ અંગેની એસ.ટી. વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આચારસંહિતાના પગલે રાજકોટ ડીવીઝનની ૫૦૦ બસો અને રાજકોટ ગોંડલ, મોરબી, જસદણ, ચોટીલા, વાંકાનેર, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના ૯ ડેપોમાં આચારસંહિતાના પગલે રાજકીય જાહેરાતોના પોસ્ટરો, બેનર, હોર્ડીંગ વિગેરે ઉતારવાનું શ‚ કરી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજકોટ એસ.ટી. વિભાગનીજે ૫૦૦ જેટલી બસો છે તેમાંથી પણ સરકારી જાહેરાતો અને યોજનાઓના પોસ્ટર, બેનર તથા હોર્ડીંગ ઉતારવાનું શ‚ કરી દેવામાં આવેલ છે. હવે જયાં સુધી આચારસંહિતાની અમલવારી રહેશે ત્યાં સુધી આ સરકારી બસોમાં સરકારી યોજનાઓની જાહેરાતો તથા પોસ્ટર બેનર તથા હોર્ડીંગ વગેરે નજરે પડશે નહી. ગત વખતે વિધાનસભાની ચુંટણીમાં જે રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો તેજ સેન્ટરોનો લોકસભાની ચુંટણીમાં પણ ફભઉપયોગ લેવામાં આવશે. ૬૮ રાજકોટ પૂર્વ માટે શેઠ હાઈસ્કુલ, ફરાજકોટ પશ્ર્ચિમ માટે વિરાણી હાઈસ્કુલ, ૭૦ રાજકોટ દક્ષિણ માટે પીફભડીએમ કોલેજ, ૭૧ રાજકોટ ગ્રામ્ય માટે ચૌધરી હાઈસ્કુલ રીસીવીંગ તેમજ ડિસ્પેચીંગ સેન્ટર માટે નકકી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી માટે વિધાનસભા વખતેના રીસીવીંગડિસ્પેચીંગ સેન્ટરો વપરાશે

ગત વખતે વિધાનસભાની ચુંટણીમાં જે રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો તેજ સેન્ટરોનો લોકસભાની ચુંટણીમાં પણ ફભઉપયોગ લેવામાં આવશે. ૬૮ રાજકોટ પૂર્વ માટે શેઠ હાઈસ્કુલ, ફરાજકોટ પશ્ચિમ માટે વિરાણી હાઈસ્કુલ, ૭૦ રાજકોટ દક્ષિણ માટે પીફભડીએમ કોલેજ, ૭૧ રાજકોટ ગ્રામ્ય માટે ચૌધરી હાઈસ્કુલ રીસીવીંગ તેમજ ડિસ્પેચીંગ સેન્ટર માટે નકકી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.