Abtak Media Google News

રાત્રીના બે થી ત્રણ ટેન્કર કદડો ઠલવાતા ગ્રામજનો દ્વારા પ્રદુષણ બોર્ડને ફરિયાદ

મોરબી નજીક રંગપર ખરેડા રોડ ઉપર ગતરાત્રીના અજાણ્યા સખાઓ દ્વારા બે થી ત્રણ ટેન્કર ભરી ઝેરી કેમિકલ યુક્ત કોલગેસનો કદળો ઠાલવી જતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે અને આ મામલે ગ્રામજનો દ્વારા સ્થાનિક પ્રદુષણ બોર્ડને ફરિયાદ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેટલાક સીરામીક એકમો દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નીતિ-નિયમો નેવે મૂકી માનવ આરોગ્ય જોખમાય તે રીતે અત્યંત હાનિકારક સીરામીક યુનિટના કોલગેસના વેસ્ટ કેમિકલયુક્ત જાહેરમાં નિકલ કરી છડેચોક જન આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રાહયા છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી નજીક ઠેક-ઠેકાણે પ્રસુહિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે એમ વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે.રંગપરના ગ્રામજનોના જણાવ્યા મુજબ ગતરાત્રીના અજાણ્યા શખ્સો બે થી ત્રણ ટેન્કર ભરીને પ્રદુષિત કેમિકલયુક્ત કદળો ઠાલવી ગયા હતા.

રંગપર ખરડાના સિંગલપટી રોડ ઉપર આ કદળો ઠાલવવાની સાથે જ ખેતરમાં ગાડા મારગ ઉપર પણ કદળો ઠાલવવામાં આવ્યો હતો.

વધુમાં સીરામીક ફેકટરીના આ કેમિકલયુક્ત કદળો માનવ આરોગ્ય,જમણી અને રોડ માટે અતિ ખતરનાક હોવાથી આના ગંભીર પરિણામો ગ્રામજનોને ભોગવવા પડશે,ગામના સિંગલ પટ્ટી રોડ ઉપર જ આ કદળો ફેંકવામાં આવતા ગ્રામજનોને અવર જાવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,ત્યારે ગ્રામજનોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં કરેલી ફરિયાદ કેવી અસરકારક રહેછે અને બોર્ડ જવાબદારો સામે પગલાં ભારે છે કે નહીં એ જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.