Abtak Media Google News

જળક્રાંતિ – ગીર કાંકરેજ ગૌ ક્રાંતિ, ગાય આધારીત પ્રાકૃતિક કૃષિના સફળ સર્જક મનસુખભાઇ સુવાણીયાનું વધુ એક ઉપહાર રાષ્ટ્રને સમર્પિત

જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજનાના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ ફેકટરી-ઘરઆરામ-મનોરંજન ત્યાગીને યુવાનીના 24 વર્ષ રાષ્ટ્રને સમર્પિત કરીને યોજનાઓનો રાષ્ટ્રમાં વિસ્તાર કર્યો. ત્યારે સ્વાર્થી અને લુચ્ચા તત્વોએ ગાયના ઘી-પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોમાં ભેળસેળ, નવા કિસાનોનું શોષણ, ડો.પાંચાભાઈ દમણિયા નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરોને ત્યાં ઔષધિય ઘીનું વાસ્તવિક મૂલ્ય 3 થી 5 હજાર છે તેના 50 હજારથી બે લાખ રૂ.ની લુંટ દ્વારા લોકોને-સરકારને ગુમરાહ કર્યાની ઘટનાઓથી ગોપાલન-પ્રાકૃતિક કૃષિ ઉપર ગંભીર ખતરો સર્જતા તેના નિવારણ માટે મનસુખભાઇ સુવાગીયાએ ગો-કૃષિ ગૃહ ઉદ્યોગ સંઘની નવી યોજના બનાવી છે.

Advertisement

તા.22-જુનના રોજ મનસુખભાઇની ફ્લોટેક પંપ કંપનીમાં ગો-કૃષિ ગૃહ ઉદ્યોગ સંઘ સેમિનારનું આ યોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઇ સુવાગીયાએ ગીર-કાંકરેજ ગોક્રાંતિ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની સફળતા તેની પાછળ ઉભા થયેલા પ્રશ્નો અને ગો-કૃષિ ગૃહ ઉદ્યોગ સંઘ દ્વારા તેનું નિવારણ તેમજ દેશી ગોપાલન-ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો રાષ્ટ્ર વ્યાપી વિસ્તારની નવી યોજના રજુ કરી હતી. ગુજરાતના કર્મયોગી કિસાનો-ગોપાલકોએ આ નૂતન યોજનાને સ્વીકારીને સફળ કરવાનો સંકલ્પ કર્યો હતો.

ઉમદા ઉદ્રા અને બંધારણ મુજબ કર્મયોગી અને નિષ્ઠાવાન 11 કાર્યકારી સભ્યોના સંઘની સ્થાપના કરાશે. ગામ-પ્રદેરાના કિસાનોને સંઘના સભ્યો બનાવાશે. સંઘ પાસેથી ગ્રાહકો સર્ટિફાઈડ અનેક વસ્તુઓ ખરીદી શકશે. ગુજરાત અને દેશના તમામ સંઘને જળક્રાંતિ ટ્રસ્ટ જરૂરી તાલીમ આપશે.

આ પ્રસંગે એનિમલ વેલ્ફર બોર્ડના ડીરેક્ટર દિલીપભાઇ શાહ, ભારતીય કિસાન સંઘના  વિઠલભાઇ દૂધાત્રા,  ઘનશ્યામભાઇ સીતાપરા અને  મેહુલભાઇ આચાર્યએ  વેદધર્મ મુજબ સત્ય અને સામૂહિક વિકાસને સાથ તેમજ દૂછીનો બહિષ્કારની અપિલ કરી હતી. ગાય-પ્રાકૃતિક પદાર્થો અને ઔષધિય ઘીના નામે ઉઘાડી લૂંટ-ભેળસેળ કરનારા તત્વો સામે પગલાં લેવા અને તેઓને સામાજીક બહિષ્કાર કરવાનો સંકલ્પ લેવાયો હતો. આ બાબતે ર00 અગ્રણીઓની સહી સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રિય અને રાજ્ય કૃષિ-પશુપાલન મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.