Abtak Media Google News

૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના ૧૬ હજાર જેટલા પ્રમાણપત્ર ધારકોનો સમયગાળો ૩૧-૩-૨૧ સુધી માન્ય

સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગો માટે રાજય સરકાર હેઠળની નોકરીઓમાં નિમણુક તબકકે અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશના તબકકે ૨૭% બેઠકો અનામત રાખવામાં આવે છે.  આ નિતિનો લાભ લેવા માટે ઉમેદવારોએ નોન ક્રિમીલેયર પ્રમાણ પત્રની જરૂર પડતી હોય છે. જેની સમય મર્યાદા ત્રણ વર્ષ સુધીની હોય છે.

પરંતુ કોરોના વાયરસની મહામારીને અટકાવવા સરકાર દ્વારા લોકોનો મેળાવો ન થાય તે હેતુને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮માં રાજકોટ જિલ્લામાંથી મેળવેલા ૧૬ હજાર ધારકોના પ્રમાણપત્રમાં એક વર્ષની સમયમર્યાદા વધારવાની ઠરાવતી અમલીકરણ શ‚થઈગઈછે. ૩૧-૩-૨૦૨૦ના સમાપ્ત થતા પ્રમાણપત્રની સમય મર્યાદા વધારી ૩૧-૩-૨૦૨૧ સુધી લંબાવામાં આવી છે. કોરોના કોવિડ ૧૯ જીવલેણ ચેપી રોગને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યા બાદ અનલોક ૧ના તબકકે સરકારી પ્રમાણપત્રોની કામગીરી શ‚રૂ કરવામાં આવી છે. જેમા સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગો માટે કોઈપણ સરકારી નોકરી અને ઉચ્ચ અભ્યાસક્રમો માટે ૨૭% બેઠકો અનામત રાખવામાં આવી છે. જેના લાભાર્થ માયે અરજદારોએ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર હોવું જ‚રીછે. પરંતુ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીઓમાં થતી ભારે ભીડના પગલે રાજય સરકાર દ્વારા ગત ૧૨મી જૂનના નોનક્રિમીલેયર પ્રમાણપત્રો ધારકો માટે મહત્વનો ઠરાવ પસાર કર્યો હતો.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી રાજય સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં મેળવેલ નોન ક્રિમીલેયરની સમયમર્યાદા ૩૧-૩-૧૯ સુધીની હોય અને ૨૦૧૭-૧૮માં મેળવેલ પ્રમાણપત્રની સમય મર્યાદા ૨૦૨૦ સુધીની હોય તેવા તમામ પ્રમારપત્ર ધારકોની સમય મર્યાદા એક વર્ષ સુધી વધારી ૩૧-૩-૨૧ સુધીની કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ઠરાવ પસાર કરવાની સાથે જ રાજકોટ જિલ્લાના ૧૬ હજારથી વધુ પ્રમાણપત્ર ધારકોને લાભ મળવા પાત્રની પ્રક્રિયા શ‚કરવામાંઆવીછે. સાથે સરકાર દ્વારા ઠરાવમાં સ્પષ્ટતાપણ કરવામાં આવી છે. જેમાં આ ઠરાવ કામચલાઉ પગલે હોવાનું અને ભવિષ્યમાં ઉદાહરણરૂપે ન રહી દાવો કે વિવાદ ઉપસ્થિત ન કરવા અનૂરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.