Abtak Media Google News

કોરોનાની મહામારીથી અદાલતોમાં આભાષી કામગીરી થતી ’તી

વૈશ્ર્વિક મહામારી કોરોનાને ડામવા ચાર-ચાર લોકડાઉન અને અનલોક જાહેર કરવામાં આવ્યું છે. અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા અનલોક-૪માં સરકાર અનેક છુટછાટ આપવામાં આવતા હાઈકોર્ટ દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બરથી રાજયના તાલુકાની અદાલતોમાં ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

વધુ વિગત મુજબ રાજયમાં ૧૭ માર્ચે કોરોનાનો કેસ નોંધાયો અને કોરોનાનું સંક્રમણ રોકવા વડાપ્રધાન મોદી દ્વારા તા.૨૨ માર્ચથી ૨૧ દિવસનું લોકડાઉન કર્યું હતું. ચાર-ચાર લોકડાઉન કર્યા બાદ અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા અને જનજીવન પૂર્વવ્રત કરવા આંશિક છુટછાટ આપવામાં આવી હતી. કોરોનાની મહામારીમાં અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરી ચાલતી હતી જેને લીધે કેસોનો ભરાવો થયો છે અને અનેક લોકોને ન્યાય મોડો મળશે. આથી હાઈકોર્ટ દ્વારા આભાસી કોર્ટ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ તાલુકા કક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રકચરના લીધે આભાસી કોર્ટ પ્રારંભ થવાની શકયતા ન હતી માત્ર જિલ્લા કક્ષાએજ આ શકયતાઓ હતી.

હાઈકોર્ટ દ્વારા ક્રમશ: કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીથી અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરીથી જુનિયર વકિલોની સ્થિતિ આર્થિક તંગ બનતા અનેક વકિલ મંડળો દ્વારા ફિઝીકલ કોર્ટે ચાલુ કરવા હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જે રજુઆતને ધ્યાને લઈ હાઈકોર્ટ દ્વારા રાજયના તમામ એસોસીએશનના અભિપ્રાય મંગાવેલા હતા.

તાલુકા કક્ષાની અદાલતોમાં ઈન્ટરનેટ સહિત ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાના અભાવે આભાસી અદાલતોની કામગીરી શકય ન હોવાથી હાઈકોર્ટ દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બરથી તાલુકા કક્ષાની અદાલતોમાં ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. આ કામગીરીમાં સરકારની ગાઈડ લાઈન અને હાઈકોર્ટ દ્વારા ૫૦ ટકા સ્ટાફ રોટેશન પ્રમાણે ફરજ બજાવે છે. તાલુકા મથકોની કોર્ટોમાં કામગીરીથી ગ્રામ્ય લોકોને ઝડપી ન્યાય મળશે.

૧૨ કર્મચારીના રિપોર્ટ પોઝિટિવથી હાઈકોર્ટમાં કામગીરી બંધ

કોરોનાની મહામારી વચ્ચે હાઈકોર્ટમાં તાજેતરમાં આંશિક ફિઝીકલ કામગીરીના પ્રારંભ વચ્ચે ૧૨ કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા હાઈકોર્ટમાં ત્રણ દિવસ સુધી ફિઝીકલ અને આભાષી કામગીરી બંધ કરવામાં આવી છે. હાઈકોર્ટને સમપૂર્ણ સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી અગાઉ તા.૧૪ સપ્ટેમ્બરથી ફિઝીકલ કામગીરીથી પ્રારંભ થવાનો હતો પરંતુ હવે તા.૧૬ સપ્ટેમ્બરથી હાઈકોર્ટમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.