Abtak Media Google News

ગોંડલ શહેરભરમાં ભારે વરસાદ ને કારણે રાજમાર્ગો પર ઠેરઠેર ગાબડાં પડ્યાં હોય ખાપીયાતોડ માર્ગો બનતાં લોકો પરેશાન બન્યાં હતાં. દરમ્યાન વરસાદે વિરામ લેતાં અને ઉઘાડ નિકળતાં નગરપાલિકા દ્વારા યુધ્ધ નાં ધોરણે ડામર નું પેચવર્ક શરું કરી ગાબડાં બુરવાનું કામ કોલેજ ચોક થી શરું કરાતાં લોકો એ રાહતનો દમ લીધો છે.

નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે ભારે વરસાદ ને કારણે શહેર માં રોડ રસ્તા ડેમેજ બન્યાં હતાં પણ વરસાદ સતત વરસતો હોય પેચવર્ક શકયનાં હોય હવે વરાપ નિકળતાં શહેરમાં આગામી પાંચ દિવસમાં તમામ મરામત પૂર્ણ કરી દેવાશે.

દરમ્યાન વરસાદ વચ્ચે ફુલવાડી કોમ્પ્લેક્સ માં પાણી ભરાતાં નગરપાલિકા તંત્ર ને જાણ કરાઇ હતી પણ તંત્ર દ્વારા ધ્યાન નહીં અપાતાં વેપારીઓ એ અપનેહાથ જગ્ગનાથ કરી પાણી નો નિકાલ કર્યો હતો.

ફુલવાડી કોમ્પ્લેક્સ અંગે પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ કહ્યું કે ભારે વરસાદ ને કારણે ઠેરઠેર પાણી ભરાયાં હતાં.આવાં સંજોગો માં રહેણાંક વિસ્તારો ને અગ્રતા આપવી જરુરી હોય અને કોમ્પ્લેક્સ કોમર્શિયલ હોય તંત્ર દોષીત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.