Abtak Media Google News

બને પ્રતિયોગી ઓલ ઈન્ડિયા માસ્ટર સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા બેંગલોર જશે 

તાજેતરમાં તા. 24 અને 25 માર્ચના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ ખાતે યોજાએલ ખેલ મહાકુંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગ પૂલમાં  પ્રેક્ટિસ કરતા રોહિતભાઈ ઘિયા જેમની ઉંમર 64 વર્ષ છે અને  60 વર્ષથી ઉપરની કેટેગરીમાં આવે છે તેમને 50 મીટર બેક સ્ટ્રોકમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ અને જીજ્ઞાશાબેન મહેતા જેમની ઉંમર 45 વર્ષ છે તે 40 વર્ષથી ઉપરની કેટેગરીમાં આવે છે જેમણે 50 મીટર બેક સ્ટ્રોક , 50મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ,100 મીટર્ ફ્રી સ્ટાઈલમાં પ્રથમ સ્થાન મેળવેલ છ્ે.

આ બંને આગામી 25 મે ના રોજ ઓલ ઈન્ડિયા માસ્ટર સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે બેંગલોર જનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીએ   આ બન્ને પ્રતિભાગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શારિરીક શિક્ષણ નિયામક ડો. મીનાક્ષીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કયાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.