Abtak Media Google News

  કચ્છ સમાચાર 

કચ્છના આર્થિક વિકાસને  મળશે ગતિ  

Screenshot 16 6

Advertisement

તુણા મેગા કન્ટેનર ટર્મિનલથી કચ્છના આર્થિક વિકાસને ગતિ આપવા  દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ડી.પી. વર્લ્ડ વચ્ચેના કન્સેશન કરાર ઉપર હસ્તાક્ષર એ મહત્વપૂર્ણ ઘટના છે. વડાપ્રધાનના અમૃતકાળ વિઝન 2047 સાથે જોડાયેલો હોવાની લાગણી કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દિલ્હી ખાતે દીનદયાલ પોર્ટ અને ડી.પી. વર્લ્ડ વચ્ચે તુણા ટેકરા પોર્ટ ખાતે બનનારા મેગા કન્ટેનર ટર્મિનલના કરાર ઉપર હસ્તાક્ષર કરાયા તે વેળાએ જણાવ્યું હતું.

Screenshot 17 6

આ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટથી કચ્છના અર્થતંત્રની ગતિને ભારે વેગ મળશે એવો વિશ્વાસ ડીપીટીએ ચેરમેને વ્યક્ત કર્યો હતો. શિપિંગ મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકલ્પથી પોર્ટ હેન્ડલિંગ ક્ષમતા ચારગણી થશે અને આર્થિક વૃધ્ધિને પ્રોત્સાહન આપવા માટે મલ્ટિ મોડેલ લોજીસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરાશે. એક વાર આ પ્રકલ્પ કાર્યરત થઈ ગયા બાદ ટર્મિનલ ભારતને નિકાસ હબ બનાવવાની સરકારની મહત્વાકાંક્ષી દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે તેવું જણાવ્યું હતું.

Screenshot 18 6

નવું ટર્મિનલ ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અંતરિયાળ વિસ્તારોની ભાવિ જરૂરીયાતોને પુરી કરશે અને આ પ્રદેશના વ્યવસાયકારોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડીને વેપારને મજબુત કરશે. આ પ્રોજેકટ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈનનો એક ભાગ છે તે ભારત સરકારના પી.એમ. ગતિશક્તિ માસ્ટર પ્લાન અને નેશનલ લોજીસ્ટીક પોલીસી જેવી પહેલોને પુરક બનાવશે તેવું કહ્યું હતું. ડી.પી. વર્લ્ડના ચેરમેન અને સી.ઈ.ઓ. સુલતાન અહેમદ બિન સુલેમે તુણા ટેકરા ખાતે આ નવા મેગા કન્ટેનર ટર્મિનલને વિકસાવવામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથે ભાગીદારી કરવા બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી.

આ કન્સેશન કરાર ઉપરના હસ્તાક્ષર વેપાર અને ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે, ભારતની સપ્લાય ચેઈનને મજબુત કરવા માટે, લોજીસ્ટીક માળખાંમાં ડી.પી. વર્લ્ડની કુશળતાનો લાભ લેવા માટેના પ્રયાસોમાં સીમાચિહ્ન રૂપ હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ટર્મિનલનું 63.4 હેકટર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવશે. રસ્તા, હાઈવે, રેલવે અને ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરના નેટવર્ક સાથે જોડાયેલું રહેશે.

Screenshot 19 5

 

ભારતના પશ્ચિમ કિનારે વ્યુહાત્મક રીતે સ્થિત દીનદયાલ પોર્ટનું મેગા કન્ટેનર ટર્મિનલ તેના દરીયાઈ માળખાને વધારવા માટે રાષ્ટ્રની પ્રતિબધ્ધતાનો પુરાવો હોવાનું જણાવ્યું હતું. આ આધુનિક ટર્મિનલ આંતરરાષ્ટ્રીય વેપાર માટે હબ બનવા તૈયાર છે અને ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને કન્ટેનર હેન્ડલિંગ ક્ષેત્રે નવા યુગના મંડાણ થશે. સાથો સાથ ગુજરાત અને કચ્છના આર્થિક સામાજિક વિકાસ ઉપર હકારાત્મક અસર પડશે તેવું તેમણે ઉમેર્યું હતું. ડીપીએ ચેરમેન એસ.કે. મેહતાએ કરાર ઉપર હસ્તાક્ષરની ઐતિહાસિક ઘટના અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી. આ પ્રોજેકટ દીનદયાલ પોર્ટને મેગા પોર્ટ બનવામાં મદદરૂપ થશે અને સમગ્ર કચ્છ પ્રદેશની અર્થવ્યવસ્થાની ગતિને વેગ આપશે તેવું જણાવ્યું હતું.

આ વેળાએ કેન્દ્રીય શિપિંગ મંત્રીની ઉપસ્થિતિમાં ડીપીએ ચેરમેન એસ.કે. મેહતા અને ડી.પી. વર્લ્ડના એમ.ડી. રીઝવાન સુમર વચ્ચે કરાર ઉપર હસ્તાક્ષર થયા હતા. આ વેળાએ શિપિંગ રાજય મંત્રી શાંતનુ ઠાકુર, શ્રીપદ નાઈક, સચિવ ટી.કે. રામચંદ્રન, ડી.પી. વર્લ્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કન્ટેનર ટર્મિનલ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબીનેટ સમિતિએ વર્ષ 2022માં મંજૂરી આપી હતી. આ રોકાણ દેશના કોઈ પણ મોટા પોર્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે તેમજ પીપીપી પ્રોજેકટમાં ઓફર કરવામાં આવતી રોયલ્ટી સૌથી વધુ છે. બી.ઓ.ટી. ધોરણે 30 વર્ષના સમયગાળા માટે આપવામાં આવ્યો છે. જે વધુ 20 વર્ષ લંબાવી શકાશે. આ પ્રોજેકટ વર્ષ 2027 સુધીમાં કાર્યરત થઈ જાય તેવી શકયતાઓ છે. ડીપીએના ચીફ એન્જિનીયર રવિન્દ્ર રેડ્ડીના માર્ગદર્શન હેઠળ સિવિલ એન્જિનીયરીંગ વિભાગે મહત્વના પ્રોજેકટના સરળ અમલીકરણ માટે ઝડપી પગલાં લીધાં હતાં અને વિવિધ મંજૂરીઓ મેળવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

એસ.કે. મહેતા, ચેરમેન ડીપીએ કંડલાએ કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ માટે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની ઐતિહાસિક ઘટના પર ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો જે ડીપીએને મેગા પોર્ટ બનવામાં મદદરૂપ થશે અને સમગ્ર કચ્છ પ્રદેશની અર્થવ્યવસ્થાને ગતિ વેગ કરશે. રવિન્દ્ર રેડ્ડીની આગેવાની હેઠળ ડીપીએના એન્જિનિયરિંગ વિભાગે, પીપીપી મોડ પર તુણા ટેકરા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલના સરળ અમલીકરણ માટે તમામ પ્રક્રિયાત્મક ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ઝડપી પગલાં લીધાં. તેમણે આ પ્રોજેક્ટ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

તુણા-ટેકરા, ડીપીએ ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ માટે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, ડીપીએના ચેરમેન – એસ.કે. મહેતા અને ડી.પી. વર્લ્ડ ના સીઈઓ અને એમડી, રિઝવાન સૂમર દ્વારા બંદરો, શિપિંગ, વોટરવેઝના માનનીય મંત્રી – સર્બાનંદ સોનોવાલજી, શિપિંગ અને જળમાર્ગોના માનનીય રાજ્ય મંત્રી – શાંતનુ ઠાકુરજી, ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ – સુલતાન અહેમદ બિન સુલેયમ. સેક્રેટરી (PSW) – ટી.કે. રામચંદ્રનજી, અધ્યક્ષ, ડીપીએ – એસ.કે. મહેતા, ડેપ્યુટી ચેરમેન, ડીપીએ – નંદીશ શુક્લા, ચીફ એન્જિનિયર, ડીપીએ – વી. રવિન્દ્ર રેડ્ડી, સહાયક એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) – પહારજીત આસ્નાની, જનરલ મેનેજર, ડીપી વર્લ્ડ – વિશાલ વિક્રમની હાજરીમાં સહી સિક્કા કરવામાં આવ્યા.

 

ભારતી માખીજાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.