Abtak Media Google News

ગાંધીજીની ૧૫૦મી જયંતી વર્ષ અંતર્ગત ૨ માર્ચે નૈતિકતા તેમજ અઘ્યાત્મ દ્વારા રાષ્ટ્ર નિર્માણ સંમેલનમાં રાજયપાલની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સંમેલન

ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલીએ સુરતમાં અહિંસા વિશ્ર્વભારતી સંસ્થા દ્વારા આયોજિત નૈતિકતા તેમજ અઘ્યાત્મ દ્વારા રાષ્ટ્રનિર્માણ રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરશે.

Advertisement

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં અહિંસા, શાંતી, સદભાવના અને સમાનતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદેશયથી શાંતિદૂત આચાર્ય લોકેશમુનિના માર્ગદર્શનમાં અહિંસા વિશ્ર્વ ભારતી સંસ્થા ૨ માર્ચે સવારે ૧૦:૩૦ કલાકે સુરતના સંજીવકુમાર સભાગૃહમાં સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સમગ્ર ભારતમાં આ પ્રકારનું ૨૪મું સંમેલન અહિંસા વિશ્ર્વ ભારતી દ્વારા યોજાઈ રહ્યું છે.

આ અંગે આચાર્ય લોકેશ મુનિએ જણાવ્યું કે, નૈતિકતા તેમજ અઘ્યાત્મ દ્વારા રાષ્ટ્ર નિર્માણ સંમેલન જનમાનસને એક નવી દિશા આપશે.

સંસ્થા દ્વારા ૨૪ સંમેલનોનું આયોજન કરી રહી છે જેના માધ્યમથી મહાત્મા ગાંધીની શિક્ષા જન-જન સુધી પહોંચે. આ કેવળ એક ઐતિહાસિક પગલુ રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુંબઈથી પ્રારંભ થઈને વિશ્ર્વશાંતી સંમેલનની શૃંખલા સમગ્ર ભારતમાં થશે. જેમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, પટના, લખનઉ, ભોપાલ, જયપુર, ચંદીગઢ, અમૃતસરનો સમાવેશ થશે.

સંમેલનના આયોજક અશોકકુમાર નાકરાણીએ જણાવ્યું કે, સુરતમાં સંમેલનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. સંમેલન પહેલા ૧ માર્ચે સંવાદદાતા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.