મોરબી: નેરોવા સિરામીકની ઓફીસમાંથી જુગારધામ પકડાયું: એક ફરાર

એલ.સી.બી.એ દરોડો પાડી વેપારી અને કારખાનેદાર મળી સાત શખ્સોની  કરી ધરપકડ:  6.88 લાખનો મુદામાલ કબ્જે

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી મહેન્દ્રનગર નીલકંઠ શોપિંગમાં આવેલ નેરોવા સિરામિક એલ.એલ.પી. નામની ઓફિસમાં બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમતા સાત જુગારીને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 6,88,500/-સાથે પકડી પાડતી મોરબી એલસીબી પોલીસ

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પો.હેડ કોન્સ. ચંદુભાઈ કાણોતરા, નીરવભાઈ મકવાણા તથા ભગીરથસિંહ ઝાલાને સંયુક્તમાં મળેલ બાતમીને આધારે મહેન્દ્રનગર નીલકંઠ શોપિંગ ખાતે નેરોવા સીરામીક એલએલપી નામની ઓફિસમાં દરોડો પાડતા જુગાર રમતા પરેશભાઈ બેચરભાઈ પટેલ, નિતેશભાઈ ઉર્ફે ભરતભાઈ રતિલાલ પટેલ, અનિલભાઈ રાવજીભાઈ પટેલ, દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ પટેલ, દિલીપભાઈ બાબુભાઇ પટેલ, અશોકભાઈ ભાણજીભાઇ પટેલને જુગારના પટ્ટમાંથી રોકડા 6,88,500/-ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી, દરોડા દરમિયાન એક આરોપી હરેશ ઉર્ફે કારો નરસીભાઇ પટેલ નાસી છૂટ્યો હતો જેને પકડવા તજવીજ હાથ ધરેલ હતી