Abtak Media Google News

આવેદન પાઠવ્યા બાદ કોંગ્રેસને સુચના દેવાઇ, કિસાન સંઘના ૮ સભ્યોને પોલીસે ઉઠાવી લીધા!!

ખેડૂતોનાં પ્રશ્ર્ને આજે કોંગ્રેસ અને કિશાન સંઘે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરચો માંડી આવેદન પાઠવ્યુ હતુ. જેમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસે માત્ર સૂચના આપી રવાના કરી દીધા હતા. જયારે કીસાન સંઘના ૮ સભ્યોને પોલીસે ઉઠાવી લીધા હતા.

કોંગ્રેસ આવેદનમાં જણાવ્યુ હતુ કે મોદી સરકારે ત્રણ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું છે.

સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિસાન અને ખેતમજૂરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું છે. આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માગણીને ધરાર ફગાવી દઇને મોદી સરકારે દેશના ૬૨ કરોડ કિસાનો-ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલાઆ કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો ખેતમજૂરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ-વંટોળભભૂકી ઊઠયો છે.

Dsc 0656

આજે દેશભરમાં ૬૨ કરોડ કિસાનો, મજૂરો અને ૨૫૦થી વધુ કિસાન સંગઠનો કાળા કાયદામાં પરિણમેલ ત્રણ વિધેયકો (૧)કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક ૨૦૨૦, (૨)કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ)કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરારવિધેયક-૨૦૨૦ અને (૩)આવશ્યક ચીજવસ્તુઓ (સુધાર) વિધેયક-૨૦૨૦નો ચોમેરથી નીચે દર્શાવેલા વાસ્તવિક આધારે વિરોધ કરી રહ્યા છે.

જયારે કીસાન સંઘે આવેદનમાં જણાવ્યુ કે દિલ્હીની અંદર ખેડૂતો ઘણા દિવસથી ખેડૂતોના પ્રશ્ર્નોને લઇને આંદોલન કરી રહ્યો છે આ જગતના તાતના જે પણ પ્રશ્ર્નો છે તે પ્રશ્ર્નોના સરકાર દ્વારા તાત્કાલિક તેમને સંતોષ થાય. તે રીતે નિવારણ લઇ આવે. જેથી કરી કે શાંતિથી તે પોતાના ઘરે જઇ શકે એવી માંગણી છે. સરકારે સમજવું જોઇએ કે આ જગતનો તાત આજ દેશમાં રહેશે. દર વર્ષે સરકાર મોંઘવારી ભથ્થાના વધારા કરી રહ્યા છે.

આ સરકારને ને કેમ સમજાતું નથી કે મોંઘવારી પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધાતા નથી, આ જગતનો તાત જાય તો કયાં જાય. આ બેલેન્સ જાળવવું તે સરકારની નૈતિક જવાબદારીમાં આવે છે. અને સરકાર બેલેન્સ જાળવી ન શકતી હોય તો તેનાથી સાબિત થાય છે કે આ દેશની અંદર ખેડૂતોને પાયમાલ કરવા માટે સરકાર તૈયાર થઇ છે.

આ બેલેન્સ સરકારના મગજમાં કેમ નથી આવતું. જયાં સુધી સરકારને આ ખેતીપ્રધાન દેશની અંદર આ સમજણ નહિ પડે અને દરેકને એક તાંતણે બાંધવા માટે સરકાર જયાં સુધી યોગ્ય પગલાં નહિ ભરે ત્યાં સુધી આ દેશનો ખેડૂત કોઇ દિવસ આગળ નહીં આવી શકે.

ખેડૂતોના હિતની વાત હોય તો રસ્તા ઉપર શું કામ આવવું પડે? મયુરસિંહ જાડેજા

લોઘીકા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે અમારી ત્રણ મુખ્ય માંગણી છે જે તાત્કાલીક ધોરણે પાછી ખેંચવી જોઇએ એપીએમસી એકટને મજબૂત કરવો જોઇએ. એમએસપી નકકી કરવી જોઇએ તેમજ સ્ટોક મર્યાદા ફરીથી રાખવી જોઇએ. નહીંતર ભારતની અંદર બે જ ખેડૂત રહેશે અદાણી અને અંબાણી ભૂતકાળમા પંજાબમા પેપ્સી કંપનીએ એમ.ઓ.યુ કરીને કોન્ટ્રાકટ ફાર્મીગ કરેલા તે લોકોને ખૂબ જ કડવો અનુભવ થયેલો છે. જેથી તેમને ખબર છે કે શુ નુકશાની થઇ શકશે કોન્ટ્રાકટ ફાર્મીગથી અને અત્યારે ત્યાંના ખેડૂત અત્યારે રસ્તા ઉપર છે જો સરકારના કહેવા મુજબ ખેડૂતના હીતની વાત હોય તો ખેડૂતને રસ્તા ઉપર શુ કામ આવવુ પડે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.