Abtak Media Google News

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના બંધના એલાનને રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે જે લોકો સ્વયંભૂ બંધમાં ન જોડાયા હોવાનું પણ જાણવા મળે છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

જેને લઈ સવારથી કોંગ્રેસના આગેવાનો બજારની અંદર સતત રાઉન્ડ ક્લોક ફરી રહ્યા હતા. તેઓ લોકોને બંધમાં જોડાવાની અપીલ કરી રહ્યા હતા. જો કે લોકો પણ કોઈ કાંકરી ચાળો ન થાય તેવા ડરથી બંધમાં જોડાયા હતા. ત્યારે સતત પોલીસ પાછળ હોય એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સોની બજાર સહિતનાં મુખ્ય વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને કોંગ્રેસના આગેવાન ડોક્ટર હેમંતભાઈ વસાવડા, રણજીત મુંધવા, ભાવેશ પટેલ, નિલેશ ગોહિલ, સંજયભાઈ લાખાણી સહિત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત એનએસયુઆઈનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરની ભાલોડિયા તેમજ કણસાગરા કોલેજ બંધ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. અનેએનએસયુઆઈનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાહિતનાઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે પોલીસ દ્વારા ભાલોડીયા અને કણસાગરા કોલેજ બંધ કરાવવા બાબતે તમામની અટકાયત કરવામાં આવી છે.રાજકોટમાં કોંગ્રેસના બંધનું એલાન ’સજ્જડ’,  સ્વયંભૂ નહિ!!!

બીજીતરફ રાજકોટ શહેરનાં કુવાડવા રોડ ખાતે ટાયર સળગાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્રારા ટાયરો સળગાવવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલા આંશિક બંધના સર્મથનમાં આ ટાયર સળગાવવામાં આવ્યા હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.