Abtak Media Google News

કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમ વિસ્તારને આપશે નવી ઓળખ

વોર્ડ ૪માં મતદારોએ હરહંમેશ કોંગ્રેસને સાથ આપ્યો છે અને આ ચૂંટણીમાં પણ મતદારોનો સાથ મળશે એટલે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો નાશ થશે તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂતએ જણાવ્યું છે.

Advertisement

કૈલાશભાઈ નકુમ વોર્ડ-૪ના રહેવાસી છે. અને સ્થાનિક ઉમેદવાર છે. લોકોની વચ્ચે સતત જાગૃત યુવા ઉમેદવાર છે. વચનની વાતો જ કરતા પણ પડકારોને પરિણામમાં પરિવર્તિત કરવાની હિંમત ધરાવતા વ્યકિત છે. વિસ્તારની કયા પલટ કરવાની નેમ લીધી છે. લોકોની સુખાકારી માટે જરૂરી પાયાની સુવિધાઓ ઉભી કરવા વચનબધ્ધ છે. ત્યારે કોંગ્રેસના યુવા ઉમેદવારને જીતાડવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂતએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.