Abtak Media Google News

ખરાબ રોડ-રસ્તા, ગંદકી અને રોગચાળા સામે કોંગી આગેવાનોએ અનોખી રીતે દર્શાવ્યો વિરોધ: મેયર અને મ્યુનિ.કમિશનરની કારમાંથી હવા કાઢવાનો પ્રયાસ, પોલીસે મામલો સંભાળ્યો

સમગ્ર શહેરમાં ખાડા, બિસ્માર રોડ-રસ્તા,બેકાબુ રોગચાળો સહિતનાં પ્રશ્ને આજે મહિલા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગી આગેવાનોએ પોતાના શરીરે પાટા પીંડી કરીને શાસક પક્ષ સામે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત કોંગી આગેવાનો દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કારમાંથી હવા કાઢવાનો પ્રયાસ કરતા પોલીસે બેની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Dsc 26

શહેરનાં વિવિધ પ્રશ્ને આજે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વીવીઆઈપીઓનું નગર બની ગયું છે. મનપાનું તંત્ર આખું વર્ષ સરકારી સેવા અને તાયફાઓની ઉજવણી અને આયોજનમાં જ વ્યસ્ત રહે છે. પ્રજાની પરસેવાની કમાણીથી કરોડો રૂપિયાનો ટેકસ પાયાની સુવિધા જેવી કે રોડ-રસ્તા, પાણી, વિજળી, ગટર વ્યવસ્થા અને જનઆરોગ્ય પાછળ ખર્ચવા તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. અધિકારીઓ તેમજ શાસકોને ખાતાવહી પૂર્ણ કરવા પુરતી જ કામગીરી કરવાની હોય તેવું જ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી શહેરનાં અમુક વિસ્તારોનાં રોડ-રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે. જેનાં કારણે લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.

Dsc 2220

આ ઉપરાંત જનતાની દેખરેખ માટે તંત્ર ૧૯૭૯ વર્ષનું કર્મચારીઓનું સેટઅપ સ્માર્ટ સિટી તરફ ગતિ કરતા રાજકોટ પાસે છે. તે સાબિત કરે છે આરોગ્યતંત્ર અને શાસકો જનઆરોગ્ય પ્રત્યેDsc 2220 કેટલા સંવેદનશીલ છે. રોગચાળા બાબતે ઘેર-ઘેર કામગીરી કરવા માટે મનપાનાં તંત્ર પાસે સ્ટાફની મોટી ઘટ છે. ડેન્ગ્યુથી થતા મોતને શાસકોને જાણે મજાક બનાવી દીધું છે.  આમ પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ શાસક પક્ષ અને અધિકારીઓ ઉપર ધગધગતા આક્ષેપો કરતું આવેદન મ્યુનિસિપલ કમિશનરને પાઠવ્યું હતું. આ ઉપરાંત કોંગી આગેવાનોએ પોતાને પાટા પીંડી કરીને અનોખી રીતે વિરોધ પણ દર્શાવ્યો હતો. સાથોસાથ અમુક આગેવાનોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કારની હવા કાઢવાનો પ્રયત્ન કર્યો હોય પોલીસે સમગ્ર મામલો હાથમાં લઈને બે કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણેય ઝોનમાં કાલી રસ્તાના સમારકામ શરૂ: મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનમાં આવતીકાલ તા. ૧૨-૧૦-૨૦૧૯થી રસ્તાના સમારકામનો પ્રારંભ કરવામાં આવી રહયો છે.  મ્યુનિ.કમિશનરે વધુમાં કહ્યું હતું કે, પોતે તાજેતરમાં જ સંબંધિત અધિકારીઓને સાથે રાખી વિસ્તારો અને તેના માર્ગોની રૂબરૂ મુલાકાત લીધેલી છે અને અત્યારે વરસાદે થોડો સમય વિરામ લીધો છે ત્યારે ક્ષતિગ્રસ્ત માર્ગોનું પેચ વર્કથી મરામત કાર્ય આવતીકાલથી શરૂ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનમાં ચોમાસાને નુકશાન પામેલા રસ્તાઓના પેવર કામ અને એક્શન પ્લાન હેઠળના રસ્તાઓના કામનો પણ ટૂંક સમયમાં જ પ્રારંભ થઇ રહયો છે તેમ કમિશનરે જણાવ્યું હતું. અન્ય એક મહ્ત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા હવે રસ્તાના કામમાં એક નવો ક્ધસેપ્ટ અપનાવી રહી છે જેમાં રસ્તા કામ શરૂ કરતા પૂર્વેના સપ્તાહમાં જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર અને સિટી એન્જિનિયર જે તે રસ્તાના સ્થળની રૂબરૂ મુલાકાત લેશે અને રસ્તાની સાથોસાથ જ ફૂટપાથ સહિતના અન્ય આનુસાંગિક કાર્ય પણ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.