Abtak Media Google News

કેન્દ્ર સરકારના ઇશારે ઇડી ગેરબંધારણીય કાર્યવાહી કરી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કેન્દ્ર સરકારના ઇશારે ઈડી દ્વારા ખોટી તેમજ ગેરબંધારણીય રીતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું જેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા એ.જી. ઓફીસ ખાતે ધરણા યોજાયા હતા. 30 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના ઇશારે ઈડી દ્વારા ખોટી તેમજ ગેરબંધારણીય રીતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીના વ્યક્તિગત દ્રેષ અને રાજકીય કિન્નખોરી માટે દુરપયોગ કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા એ.જી. ઓફીસ ખાતે ધરણા યોજાયા.

 

આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ભરતભાઇ મકવાણા, દિપ્તીબેન સોલંકી, નરેશભાઈ સાગઠીયા, હરપાલસિંહ જાડેજા, હાર્દિક પરમાર, રણજીત મુંધવા, મુકેશભાઈ પરમાર, ડી.બી. ગોહિલ, તુષાર નંદાણી, અશોકસિંહ વાઘેલા, કનકસિંહ જાડેજા, ગીરીશભાઈ ધરસંડિયા, કેતનભાઈ તાળા, હરેશભાઈ સોજીત્રા, દીપ ભંડેરી, મનોજ ગેડિયા, પ્રવીણ મુછડિયા સહીતના કાર્યકરોની અટક કરી પોલીસ હેડકવાટર્ર લઈ જવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.