Abtak Media Google News

10 સપ્ટેમ્બરે સાંકેતીક ગુજરાત બંધનું એલાન

“બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે.  પ્રભારી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તા. 24 – 25 – 26 સપ્ટેમ્બરના રોજ બુથ ચલો… ઘર ઘર ચલો… ના સંકલ્પ સાથે ગુજરાત કોંગ્રેસનું સમગ્ર  નેતૃત્વ પોત પોતાના બુથમાં 150 થી 200 કુટુંબોની મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર માટે વિશાળ જનસંપર્ક અભિયાન કરશે.

જે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 1500 થી વધુ પ્રદેશના આગેવાનો, પદાધિકારીઓની યાદી તૈયાર કરાઈ છે. રાજ્યના તમામ 52000 થી વધુ બુથોનો પ્રવાસ કરાશે. કોંગ્રેસ  દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં સાંકેતીક ગુજરાત બંધ નું આહવાહન કરવામાં આવ્યું છે. સાંકેતીક ગુજરાત બંધમાં વેપારી મહામંડળો, મહિલા મંડળો, સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ, લઘુ ઉદ્યોગોના મંડળો સહિત જુદી જુદી સંસ્થાઓના એસોસીએશનોને મોંઘવારી, બેરોજગારી, જી.એસ.ટી.ની અણઘડ અમલીકરણ સહિતના મુદ્દે આયોજીત બંધમાં જોડાવા આમંત્રણ સાથે આહવાહન કરવામાં આવ્યું છે.

તા. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન ને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી કે.સી. વેણુગોપાલજી દ્વારા કરવામાં આવેલી તા. 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિધ્ધ કરવાની જાહેરાત અંતર્ગત કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી રમેશ ચેનીથલ્લા, સભ્યશ્રી શીવાજીરાવ મોંઘે, સભ્યશ્રી જયકિશનજી સાથે ગુજરાત પ્રદેશની સ્ક્રીનીંગ કમીટીની પ્રથમ બેઠક તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ અમદાવાદ ખાતે યોજાશે.

મોંઘવારી અને બેરોજગારીના ગંભિર પ્રશ્નને વાચા આપવા આજરોજ ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર કોંગ્રેસ પક્ષ ધરણા પ્રદર્શન કરી નાગરિકોને પડતી હાલાકીને ઉજાગર કરશે.પેટ્રોલ હોય કે ડીઝલ, સી એન જી હોય કે પી એન જી, રાસાયણીક ખાતર હોય કે બિયારણ, દવાઓ, ખાધ્ય સામ્રગી હોય કે જીવન જરૂરીયાત અન્ય ચીજવસ્તુઓ એકપણ એવી વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાથો પર જીએસટી થોકી બેસાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે.

મોંઘવારી અને બેરોજગારી એ રાષ્ટ્રીય સમસ્યા બની છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તા. 4 સપ્ટેમ્બરના રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી અને બેરોજગારી વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી કોંગ્રેસ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ ભાગ લેશે અને મહિલાઓને નડતી મોંઘવારી, યુવાનોને પરેશાન કરતી બેરોજગારી વિરૂધ્ધના રાષ્ટ્રીય વિરોધ પ્રદર્શનમાં દેશવાસીઓના અવાજને મજબુતાઈથી ઉઠાવવામાં આવશે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ઓનલાઈન ચાલી રહી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીની સરકારી (ગ્રાન્ટ ઈન એઈડ) દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારીને વાલીઓને રાહત આપવામાં આવે. કોરોનાની મહામારીના કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ ઘણીજ ખરાબ હોઈ વિદ્યાર્થીઓને ભણાવવા માટે વાલીઓને પરવડે તેવી ફીની સરકારી / ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો વધારે હોય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય ના થાય અને વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ મળી રહે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ બી.બી.એ., બી.સી.એ., અને એમ.એસ.સી., માં કેમેસ્ટ્રી અને ફિઝીક્સ, બી.એ. ઈંગ્લીશ મીડીયમ, એમ.કોમ. ની ગ્રાન્ટ ઈન એઈડ બેઠકોમાં વધારો કરવામાં આવે, તથા પાંચ વર્ષના ચાલતા ઈન્ટ્રીગેટેડ એમ.એસ.સી., આઈ.ટી. જેની એક માત્ર કોલેજ કે.એસ. સ્કૂલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ માં પણ હાલ પ્રવેશ 80 ટકા એ હોવા છતાં વિદ્યાર્થીયો પ્રવેશ થી વંચિત રહે છે.

હાલમાં પરિવારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક કોલેજની ગ્રાન્ટ ઈન એઈડ સીટો વધારવામાં આવે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને રાહત આપવામાં આવે. પૂર્વ અમદાવાદની અંદર એક માત્ર કોલેજ કે.કા. શાસ્ત્રી કોલેજ આવતી હોઈ પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને પશ્ચિમ વિસ્તાર સુધી ખાનગી અથવા એ.એમ.ટી.એસ. કે બી.આર.ટી.એસ., તથા પોતાના વાહનો દ્વારા મોઘા ભાવનું પેટ્રોલ ભરાવીને તેમજ ભાડા ખર્ચીને મુસાફરી કરીને કોલેજ સુધી આવવું પડે છે. જેથી કે.કા. શાસ્ત્રી કોલેજ માં પણ દરેક કોર્સ ની ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો વધારી વિદ્યાર્થીઓને ફીના બોજામાંથી રાહત આપવામાં આવે તેવી વિનંતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.