Abtak Media Google News

કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીની સરખામણી ન થઈ શકે: મલ્લિકાર્જુન ખડગે

હાલ કોંગ્રેસ પક્ષ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે કારણ કે પક્ષના દિગ્ગજ નેતાઓ પોતાનો છેડો પાર્ટી સાથે ફાડી રહ્યા છે ત્યારે ફરી એક વખત કોંગ્રેસની ધૂરા સંભાળવા માટે જે ચૂંટણી થવાની હોય તે 7 અઠવાડિયા પાછી ઠેલાણી છે. ત્યારે હવે જે પણ કોંગ્રેસની ધુરા સંભાળશે તેના માટે હાલ ’સાત પગલાં આકાશમાં’ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જરૂરી એ છે કે કોંગ્રેસના નિયુક્ત થનારા નવા પ્રમુખ કોણ હશે અને તે સાત પગલાં આકાશમાં કેવી રીતે માંડશે તે જાણવું એટલું જ જરૂરી છે.

સાત પગલાં આકાશ વાક્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેનો મર્મ એ છે કે જે તે પક્ષના નેતા માટે તે છેલ્લું ડેસ્ટિનેશન હશે કે જ્યાં પહોંચવા માટે દરેક વસ્તુ ધૂંધળી લાગતી હોય અથવા તો નજર આવતી ન હોય. તમામ સ્થિતિમાં કોંગ્રેસમાં પ્રમુખ પદે નિયુક્ત થનારા નેતા માટે જરૂરી એ છે કે તેઓ દરેક પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવે અને તે દિશામાં આગળ વધે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં એ વાત ઉપર નિર્ણય લેવાયો કે આગામી કોંગ્રેસના નવા માટેની ચૂંટણી 17 ઓક્ટોબર ના રોજ યોજાશે અને 19 ઓક્ટોબરના રોજ તે અંગેનો નિર્ણય આવશે અને ચૂંટાયેલા વ્યક્તિને કોંગ્રેસની ધૂરા સંભાળવા માટે જવાબદારી સોપાશે.  કોંગ્રેસ ના પ્રમુખ નો કાંટાળો તાજ પહેરવા માટે કોઈપણ નેતા તૈયારી દાખલતું નથી જ્યારે જી23 ના નેતાઓ પણ ધીરે ધીરે કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી રહ્યા છે ત્યારે હાલ પક્ષ માટે માત્રને માત્ર કોઈ એક વિકલ્પ હોય તો તે રાહુલ ગાંધી જ છે. હવે બીજો પ્રશ્ન સામે એ પણ ઉભો થયો છે કે શું રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસની ધુરા સંભાળવા માટે અન્ય કોઈ નેતા સક્ષમ નથી કે અન્ય કોઈ વિકલ્પ નથી કે કેમ ?

કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન લાવવા માટે જીભ 23 નેતાઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસનો નેતૃત્વ હવે બિન ગાંધી વ્યક્તિને સોંપવામાં આવે પરંતુ એ વાત નો સ્વીકાર ન કરાતા પક્ષમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. તુજ નહીં પક્ષના અન્ય નેતાઓનું માનવું છે કે જો કોંગ્રેસની ધૂરા અન્ય કોઈને સોંપવામાં આવશે તો કોંગ્રેસને ઘણી માંથી અસરનો સામનો કરવો પડશે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ પ્રમુખ પદ સ્વીકારવા માટે તૈયાર થતા નથી. મુદ્દાઓને ધ્યાને લઈ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખરગે જણાવ્યું હતું કે પક્ષ રાહુલ ગાંધીને જ તેમના નવા પ્રમુખ તરીકે જોવા માંગે છે અને તેના માટે તેઓ છેલ્લી ઘડી સુધી તેમને મનાવવાનો પ્રયાસ કરશે.

હાલના તબક્કે કોંગ્રેસ પાર્ટીમાં પણ આંતરિક મતભેદો અને વિવાદો જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારત જોડો યાત્રા સહિત અનેક રેલીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે પરંતુ ખરા અર્થમાં ભારત જોડો યાત્રા નહીં પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવી એટલી જ જરૂરી છે. રાહુલ ગાંધી ચોક કોંગ્રેસનું સુકા નિપજ સંભાળે તો તેમની પાસે આગામી વર્ષ 2024 લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ શું હશે એ જાણવું એટલું જ જરૂરી છે . જેનું મુખ્ય કારણ એ છે કે આ પૂર્વે જે લોકસભાની ચૂંટણી યોજાઈ તેમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષનું સુકાની પદ સંભાળ્યું હતું જેમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ફરી આ સ્થિતિ ન ઉદ્ભવે તેના માટે પાર્ટીએ એક થવાની જરૂર છે.

મલ્લિકાર્જુન ખર્ગેનું માનવું છે કે, હાલ કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી સિવાય એક પણ એવો વિકલ્પ નથી કે જે પાર્ટીની ધુરા સંભાળી શકે અને લોકસભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવે. રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવવા માટે પક્ષના અન્ય નેતાઓ પણ એક સૂર કરી રહ્યા છે અને તેઓને મનાવવા માટેના તમામ ઉપાયો અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.