Abtak Media Google News

૨૪મી નવેમ્બરનાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ તંત્ર સજજ

હાલ બસ થોડા જ દિવસો બાકી રહ્યાં છે. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીને લઈને ત્યારે રાજકીય માહોલ ખૂબજ ગરમાયો છે તે સમયે ગુસ્સે ભરાયેલું પાસ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને ટિકિટ ફાળવણી અંગે જવાબ મેળવવા પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સોલા પોલીસની એક ટીમ અને એલિસબ્રિજ પોલીસની એક ટીમ કોંગ્રેસની ઓફિસ ખાતે મોકલવામાં આવી હતી.

વરિષ્ઠ શહેર પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ અને રક્ષણની જ‚રિયાત અંગે પક્ષનાં પ્રતિનિધિઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ પોલીસ સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય જે તે સ્થળની વાસ્તવિકતા અને ઈન્ટેલિજન્સ બ્યુરોનાં ઈનપુટસ પર આધાર રાખે છે. જયારે એક વરિષ્ઠ શહેર પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, આ સંદર્ભમાં દાખલ કરેલી અરજીઓની સંખ્યા જાહેર કરવાનો ઈનકાર કરાયો છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વાત સામે એવી પણ આવે છે કે, સુરતમાં જ્યારે હુમલો થયો હતો તે સમયે પીડિતો દ્વારા જયારે ભરતસિંહ સોલંકીને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ ઉપાડયો ન હતો. જેથી સમજી શકાય કે કોંગ્રેસ શું કરવા ઈચ્છી રહી છે. ત્યારે પોલીસે કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીની ૨૪મી નવેમ્બરનાં પ્રવાસ માટે અત્યારથી યોજનાઓ શ‚ કરી દીધી છે. પોલીસ ટ્રાફિકથી સલામતી વ્યવસ્થા સુધીનાં કારણોને ધ્યાનમાં રાખીને માર્ગ અને સમયમાં ફેરફાર સૂચવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.