Abtak Media Google News

લોકડાઉનથી શહેરની પ્રતિષ્ઠિત વ્યકિતઓને બાળકો, પરિવારજનો  સાથે રહેવાનો મળ્યો છે મોકો; વાંચન, ઈન્ડોર ગેમ્સ, ઘરનાં કામકાજમાં મદદ કરી સમય પસાર કરી રહ્યા છે

હાલ કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશ થંભી ગયો છે. ૨૧ દિવસના લોકડાઉનના પગલે સૌ કોઈ ઘરમાં પુરાઈ ગયા છે. આખો દિવસ વ્યસ્ત રહેતા તેમજ પોત-પોતાના કામકાજ અર્થે ઘરની બહાર રહેતા લોકોને ૨૧ દિવસ માટે ઘરમાં રહેવાનો સમય મળ્યો છે. પરિવાર સાથે રહી આનંદ માણવાનો અવસર મળ્યો છે. સામાન્ય લોકોતો ઠીક પોતાની નોકરી ધંધા અર્થે સવારે જઈ સાંજે ઘેર પાછા ફરતા હોય છે. અને બાળકો, પત્ની માતા પિતા મિત્રો સાથે સમય પસાર કરતા હોય છે. પરંતુ જે લોકોને સતત ટુર કરવી પડતી હોય કે બહાર ગામ જવું પડતું હોય તેવી વ્યકિતઓને અત્યારે પરિવારજનો સાથે રહી મદદ કરવાનો મોકો મળ્યો છે. ખાવ વાત કરીએ તો જે પ્રતિષ્ઠિત વ્યકિતઓ, ડિગ્નીટીઓ છે કે જેઓ ઘરનાં કોઈ સભ્યો એકબીજા સાથે મળતા હોતા નથી તેઓને અત્યારે સાથે રહેવાનો સુંદર મોકો પ્રાપ્ત થયો છે. આવી વ્યકિતઓ હાલ પરિવારજનો, બાળકો સાથે ઈન્ડોર ગેમ રહી, ઘરના કામકાજમાં મદદ કરી સમય પસાર કરવાનો આનંદ લઈ રહ્યા છે.

લોકડાઉને બાળપણના વેકેશનની બિનદાસ્ત જીવનની પળોની યાદ અપાવી દીધી પરેશભાઈ ગજેરા

Vlcsnap 2020 03 26 13H28M53S212

રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે આ સમય પરિવાર સાથે પસાર કરવાની તક ભગવાન અને સરકારે આપી છે. હું નવરાશની આ પળોમાં મારા માતા પિતા પત્નિ, અને બે બાળકો સાથે હળવાશની પળોને પસાર કરૂ છું બાળકો સાથે ચેસ ,સાપસીડી જેવી ઈન્ડોર ગેમ્સ રમવા ઉપરાંત ટીવી પર સમાચાર ફિલ્મો વગેરે જોવ છું કયારેક સોસાયટીના પાડોશી મિત્રો સાથે સામાજીક, રાજકીય, આર્થિક વગેર મુદાઓ પર ચર્ચા કીએ છીએ એકાદ વખત ક્રિકેટ પણ રમ્યા હતા.  આ સમયે બહાર નીકળવા પરપ્રતિબંધ હોય ઘરે જ સમય પસાર કરીએ છીએ આ નવરાશની પળોએ કુદરતે આપણે નાનપણની વેકેશનની યાદ અપાવી દીધી છે. હું જયારે નાનો હતો ત્યારે મામાના ઘરે વેકેશન કરવા જતા ત્યારે કોઈપણ પ્રકારની ચિંતા વગર બિન્ધાસ્ત રમતગમતમાં સમય પસાર કરતો હતો આ નાનપણના દિવસોની મને આ લોકડાઉને યાદ તાજી કરાવી દીધી છે. હાલના સમયમાં બિઝનેશ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત વ્યસ્તતા રહે છે. તેમાંથી આરામ કરવાની તક મળી છે. દેશ પર આવી પડેલી આ મુશ્કેલીની પળોને અમો અમારી સામાજીક જવાબદારી ભૂલ્યા નથી કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં અનેક કારણોસર અસરગ્રસ્ત થનારા લોકોને મદદ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સામાજીક સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી. જેના ભાગ રૂપે અમારા એસોસીએશનના સભ્યોએ ૧,૨૫,૦૦,૦૦૦ રૂા. જેવો ફાળો એકઠો કર્યો છે જેમાં મેં રૂા.૨,૫૨,૦૦૦ની મદદ કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલી આપીશ ઉપરાંત બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન પર કામ કતા મજૂરો પરિવાર સાથે રહેતા હોય તેઓની રોજગારી બંધ થઈ ગઈ છે. જેની ચિંતા કરીને અમારા એસોસીએશને પાંચ દિવસ સુધી ચાલે તેટલો શાકભાજી, અનાજ-કરીયાણાની દસેક હજાર કીટ બનાવવાનું નકકી કર્યું છે. આ કીટો હાલ બંધ પડેલી ક્ધસ્ટ્રકશન સાઈટો પર જઈને વિતરણ કરીશું ભવિષ્યમાં જરૂર પડયે વધુ મદદ કરવા પણ અમારી સંપૂર્ણ તૈયારી છે.

કોરોનાથી બચવા માટે લોકોએ સ્વયંશિસ્ત રાખવી અત્યંત જરૂરી: જયદેવભાઈ શાહ

Vlcsnap 2020 03 26 12H56M56S23

દેશની સ્થિતિજે કોરોનાનાં પગલે જોવા મળી રહી છે. તેના પરીપેક્ષમાં દરેક નાગરીકોએ દેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ કરવી જોઈએ લોકોમાં સેલ્ફ ડીસીપ્લીન હોવી પણ એટલી જ આવશ્યક છે. લોકોએ સીરીયસનેસ રાખવી એટલી જ જરૂરી છે. લોકડાઉન પહેલા દિનચર્યા ખૂબજ વ્યસ્ત હતી દરરોજ સ્ટેડીયમ પર જવું અને રણજી ટ્રોફીનું આયોજન વિશે સતત કાર્યશીલ રહેવું તે ખૂબજ મહત્વનું હતુ પરંતુ હાલ લોકડાઉનનાં સમયમાં પરિવારમાં જવાબદારી વિભાજીત કરી લીધેલ છે. આ પ્રસંગે જયદેવ શાહએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, મારા પત્ની રસોઈની જવાબદારી સ્વીકારી છે, તો મે ઘરની સાફ સફાઈની જવાબદારી સ્વીકારેલ છે. કોરોનાનાં કારણે જે રીતે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળેલી છે, તેનો ભરપૂર આનંદ પણ છે. હાલ બાળકો સાથે સમય પસાર, ઈન્ટરનેટ મારફતે મૂવી અને મીત્રો સાથે ફોન પર વાત કરી સમય પસાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા જે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેનાથી સમગ્ર દેશને ફાયદો થશે માત્ર જરૂર છે કે લોકો સ્વંય શિસ્ત જાળવે આ સમય પરિવાર માટે ‘ગેટ ટુ ગેધર’ જેવું થયું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતુ કે, ૨૧ દિવસનાં લોક ડાઉન બાદ લાઈફ પાછી રૂટીન પર આવી જશે અને ક્રિકેટને ફરી વળી જશે પરંતુ હાલ તમામ લોકોએ દેશ અને વડાપ્રધાનને સપોર્ટ આપવાની જરૂર છે.

હું અત્યારે ગીતા વાંચન, યોગા, અને વોકિંગનો પ્રયત્ન કરું છું: અભયભાઇ ભારદ્વાજ

સીનીપર એડવોર્કેટ અબતક સાથેની વાતચિત દરમિયાના અભયભાઇ ભારદ્વાજએ જણાલું હતું કે જીવનમાં આવો વિચાર કયારેય ખાલો ન હતો. ઘરમાં લોકો સાથે આવી રીતે રહેવાની તક મળશે. વકીલ તરીકે સતત બહાર રહેવાનું થયું છે. કોર્ટમાં રહેવા રવિવારે પણ કાર્યક્રમ હોય અને જવાનું થયું છે. તો પહેલી વખત એવું થાય છે કે તમને તમારા મન સાથે વાત કરવાની તક મળી છે. બીજી વાત મને એક નાગરિક તરીકે સમજાય છે. કે આખા પરિવાર સાથે હોવા છતાં તમે દિવસ નથી રહી શકતા. તો આપણાં સૈનિકો ગ્લેશીપરમાં રહે છે, બોર્ડર પર રહે છે, તેઓની મનોસ્થિતી કેવી હોય છે તેઓના મનોબળ કેવા અદ્ભૂત હશે. તેને લઇ મને પોતાને આત્મચિંતન થયું છે. નિતિનનો આગ્રહ હતો કે તમે મોબાઇલ બંધ કરી દો. તમે તેમાં જ રહ્યાં પચ્ચાં રહો છો. પરિવાર માટે ગીતા વાંચન કરો.

તમને વાંચનનો શોખ છે તો પુસ્તક વાંચો, ગીત ગાવ અમે બધા સાથે મળી જુદી જુદી રમતો રમતા હોય છીએ. હું અત્યારે યોગા કરવાનો ચાલવાનો પ્રયત્ન કરું છુ. ગીતા વાંચન કરું છે રાજયસભાના અને બંધારણના પુસ્તકોનું વાચન કરી રહ્યો છે. તેમાં ઘણું નવું જાણવા મળે છે. હવે એકવીસ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદછ જે રીતે કહેશે તે રીતે તેમનાં પગલા પર ચાલીશું. કારણ કે હાલની પરિસ્થિતીને ગંભીરતાથી લેવી ખૂબ જ આવશ્યક છે અત્યારનો સમય તમે તમારા પરિવાર માટે આપો અને ખુશ રહો.

લોકડાઉને પરિવાર સાથે સમય પસાર કરવા તક આપી: અશોક ડાંગર

Vlcsnap 2020 03 26 12H47M37S47

૨૧ દિવસના લોકડાઉન વિશે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ સમગ્ર દિવસ દરમિયાન ખુબ વ્યસ્તતા રહેતી હતી. સર્વપ્રથમ સવારે દૈનિક ક્રિયાઓ કરી પાર્ટી ઓફિસ જઈ લોકોની તમામ અરજીઓ ધ્યાને લઈ જે તે અધિકારીનું ધ્યાન દોરવું, પ્રજાના નાનાથી માંડી મોટા તમામ મુદ્દાઓ ઉજાગર કરવા, સંગઠન મજબૂત બનાવવું, કાર્યકરોને મળવું સહિતની કામગીરીમાં અત્યંત વ્યસ્ત રહેવું પડતું હતું. જેના કારણે પારિવારને સમય બિલકુલ આપી શકતો નહોતો. જેના કારણે પરિવારની પણ ફરિયાદ રહેતી હતી કે, તમે તમારા કામમાં ક્યાંક પરિવારને ભૂલી રહ્યાં છો ત્યારે હાલ જે લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. તે ખૂબજ મહત્વપૂર્ણ છે. કેમ કે, આ વાયરસ એકબીજાને સંસર્ગમાં આવવાથી ફેલાઈ છે. ત્યારે ઘરમાં રહીને આ વાયરસને મહાત આપી શકાય છે. ત્યારે હું સમગ્ર જનતાને આ લડાઈ ઘરમાં રહી લડવાની અપીલ કરુ છું.

તેમણે હાલના સમયમાં જણાવ્યુ હતું કે, ગત ત્રણ દિવસથી મારી દિનચર્યા વિશે જણાવું તો સવારે ઉઠી દૈનિક ક્રિયાઓ પતાવી હું ફકતને ફકત મારા પરિવારને સમય આપી રહ્યો છું, અમુક સમય ન્યુઝ જોઈને તમામ અપડેટ મેળવી લઉ છું, ત્યારબાદ મારા દિકરાના નાના-નાના ભુલકાઓ સાથે વિવિધ રમતો રમી પરિવારનો સુખ માણુ છું, ઉપરાંત હાલ અમે સમગ્ર પરિવાર સાથે બેસીને જમીએ છીએ જે મારા પરિવારને ખુબજ ગમે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે,  હાલ જ્યારે સમયનો કોઈ અભાવ નથી ત્યારે પરિવાર સાથે બેસીને સામાજિક ચર્ચા કરી શકુ છું. તમામ પ્રકારના વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે છે જે ખુબ સારી તક કહી શકાય. તેમણે કોરોનાની મહામારી વિશે પણ જણાવ્યું હતું કે, આ વાયરસે સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી દીધો છે. દિન-પ્રતિદિન પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને નાથવું ખુબ જરૂરી છે. પરંતુ ક્યાંક મહામારીએ પરિવાર સાથે સમય પસાર કરવાની તક આપી છે તે ખુબજ મહત્વપૂર્ણ બાબત છે.

કોરોની મહામારીનો સરળ ઇલાજ ઘરે રહેવુ: ડો.નિદત બારોટ

Vlcsnap 2020 03 26 13H20M15S181

નિદત બારોડએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે ‘કોરોના’ કહેરે હાલ સમગ્ર વિશ્ર્વ ન ભરડામાં લીધો છે. ત્યારે ખાસ સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યુ છે. ૨૧ દિવસ માટે તમામ લોકો પોતાના ઘરમાં જ રહેવાના છે. નવી પેઠીનો આ પ્રથમ અનુભવ છે જેમાં સતત ૨૧ દિવસ માટે ઘરે રહેવાનુ છે ખાસતો બિ.એડ. કોલેજના તાલીમાર્થીના ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં એડેડમીક વર્ડની ચર્ચાઓ કરવામાં આવ્યા છે. એકદરે ૨૧ દિવસનો સમયએ ખરેખર વર્ક એટ હોમનો સમય છે આ ઉપરાંત પરીવારનો સાથે સમય પસાર કરવો જોઇએ. ખાસતો ઇન્ટરનેટની સુવિધાથી સરળતાથી વિદ્યાથીઓ સાથે જોડાઇ રહે છે અને આમ જ દરેક વ્યવસાથ સાથે સંકળાયેલા લોકોએ પણ એ જ રીતે કાર્ય કરવુ જોઇએ. આ ઉપરાંત અધ્યાપકો પણ દિવસમાં ઓનલાઇન વાતો કરે છે. ઉપરાંત ઇ મટિરીયલ પણ તૈયાર કરતા હોય છે. આ ૨૧ દિવસ દરમ્યાન સંપૂર્ણ વર્ષનું ભાયુ તૈયાર કરી શકાય.

લાંબા સમય બાદ પરિવાર સાથે સમય મળતા આનંદ થાય છે: નીતીન ભારદ્વાજ

Vlcsnap 2020 03 26 13H12M34S181

અબતક સાથેની વાતચીત દરમિન ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજએ જણાવ્યુઁ હતું કે કોરાના જેવી મહામારીને લઇને વડાપ્રધાન મોદી દ્વારા ર૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. ત્યારે હું મારા પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. બધા પરિવાર સાથે બેસી રમત ગમત રમીએ, અભયભાઇ ભાગવત ગીતા વાંચી સંભળાવે  અલગ અલગ માહિતીસભર ગેમ્સ રમીએ છીએ. નવું નવું જાણી ઘરમાં એક નાનું બાળક છે જે રમાડવા તેનું ઘ્યાન રાખવામાં જ અમારો સમય જતો રહે છે. અને અમે મહિલાઓને રસોઇમાં તથા આજ તો હાથમાં સાવરણી પણ લીધી હતી. ઘણાં સમય બાદ પરિવાર સાથે સમય કાઢીને આનંદ થાય છે. ભાગ દોડની લાઇફથી અત્યારે ઘરનાને મદદરૂપ થઇ અનેક વિવિધ પુસ્તકોનું વાંચન બધા સાથે મળી માહિતી સભર અમારા બાળકો ખુબ જ એકટીવ છે. તેથી સોશિયલ મીડીયામાં આખા દેશની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરતા હોઇ છીએ. રાજકોટની પરિસ્થીતી અંગે પણ ચર્ચા કરતા હોઇએ છીએ ચાર કેસ પોઝીટીવ આવતા તે ચિંતાનો વિષય છે. તેનું .ફોલોઅપ લઇ મોબાઇલ દ્વારા ઘરે બેસીને જે થઇ શકે તે કરવાનો પ્રયત્ન કરતાં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.