Abtak Media Google News

ગુજરાતની સુવર્ણકાર સંસ્થાઓ તેમજ સુવર્ણકારી માટે મહત્વપૂર્ણ સોના-ચાંદી, હીરા – ઇમીટેશન, પ્રેસીયસ સ્ટોન સહીતનો સમાવેશ

ભારત સરકાર દ્વારા દેશમાં કાર્યરત સોના, હીરા, ચાંદી અને તેને લગતા વ્યવસાયની બધી સંસ્થાઓની એક કાઉન્સિલની તાજેતરમાં રચના કરવામાં આવી છે. આ ડોમેસ્ટિક કાઉન્સીલ ફોર જેન્સ એન્ડ જવેલરીનું લોન્ચીંગ મુંબઇમાં વાજિય અન. ઉઘોગમંત્રી સુરેશ પ્રભુ દ્વારા કરવામાં આવ્યું આ નવી કાઉન્સિલ ૧ મે ૨૦૧૯ સુધીમાં ચુંટાયેલ બોડી સાથે સંપૂર્ણ રીતે કાર્યરત બનશે.

Advertisement

આ ઐતિહાસિક લોન્ચીંગમાં રુપા દત્તા, આર્થિક સલાહકાર, વાણિજય અને ઉઘોગ મંત્રાલય, આર.સેંથીલનાથન, જોઇન્ટ સેકેટરી વાણિજય અને ઉઘોગ મંત્રાલય પ્રમોદ કુમાર અગ્રવાલ (ક્ધવીનર, નેશનલ એડ-હોક કમીટી ડોમેસ્ટીક કાઉન્સીલ ફોર જેન્મ એન્ડ જવેલરી અને ચેરમેન જીજેઇપીસી) અને વિવિધ ટ્રેડ એસો. ના ૧૪ પ્રતિનિધિઓ કે જેઓ નવી કાઉન્સીલની તાજેતરમાં રચાયેલી એડ-હોક કમીટીના રચનામાં સામેલ છે. તેઓ હાજર હતા.

લોન્ચના મહત્વ વિશે બોલતા મંત્રીએ કહ્યુંહતું કે નવા વિચારો નવી ટેકનીકો અને આ ક્ષેત્ર માટે એક સંગઠીત માળખું રચીને આ ક્ષેત્રની જબરજસ્ત ક્ષમતાને બહાર લાવી શકાય છે અને આને સોનું અને સોનાના દાગીના માટેના જોડાણ સાથે સંકલ્ન કરવું કે જે સદીઓથી ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ ઉઘોગ નિકાસમાં પહેલાથી ૪ર અબજ ડોલરનું ટર્નઓવર ધરાવે છે. અને સ્થાનીક બજાર પણ ઘણું મોટું હોવાનો અંદાજ છે. આ બન્ને બજારોને સંકલિત રીતે વિકસાવવાના પ્રયાસો અર્થતંત્રને ભારે પ્રોત્સાહન આપશે. સાથો સાથ આગામી કેટલાક વર્ષોમાં લાખો વધારાની નોકરીઓ પણ ઉભી કરાવશે. આમાં લેટેસ્ટ ટેકનોલોજીના યુગમાં અત્યંત પ્રતિભાશાળી કારીગરી સમુહને લેવા માટે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકવામાં આવશે.

વાણિજય અને ઉઘોગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બહુવિધ પ્રતિનિધિત્વ ધરાવતી ડોમેસ્ટિક કાઉન્સીલ જવેલર્સો અને કારીગરોને મંત્રાલયને માળખાગત રીતે મુખ્ય મુદ્દાઓ અને માંગને રજુ કરવામાં મદદ કરી શકે છે.

ફેબ્રુઆરી ૨૦૧૮ માં નીતી આયોગ પેનલે એક વ્યાપક ગોલ્ડ પોલીસીની જરુરીયાત અંગેના અહેવાલમાં જેમ્સ અને જવેલરી સેકટર માટે સમર્પિત ડોમેસ્ટિક કાઉન્સીલની સ્થાપના કરવાની દરખાસ્ત કરી હતી. દેશમાં જેમ્સ એન્ડ જવેલરી સેકટર આપણા જીડીપીનો કુલ ૭ ટકા હિસ્સો ધરાવે છે. આ સેકટર દેશની કુલ મર્ચન્ડાઇસ નિકાસના ૧પ ટકા ધરાવે છે. તેમાં મુખ્યેત્વે લધુ અને મઘ્યમ કક્ષાના ઉઘોગો છે અને દેશભરમાં અંદાજે ૫૦ લાખ કુશળ અને અર્ધકુશળ કારીગરોને રોજી આપે છે.

હાલના તબકકે સરકાર દ્વારા આ ડોમેસ્ટિક કાઉન્સીલમાં એડ-હોક કમીટીમાં જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) મુંબઇ, ઇન્ડીયા એન્ડ જવેલર એસો (આઇબીજેએ)મુંબઇ, એસો.ઓફ ગોલ્ડ રીફાઇનરીઝ એન્ડ મિન્ટસ (એજીઆરએમ) કોચીન, ઇમીટેશન જવેલર્સ મેન્યુફેકચરર એસો. (આઇજેએમએ) મુંબઇ, તામિલનાડુ જવેલર્સ ફેડરેશન, ચેન્નઇ, બાંગીયા સ્વર્ણ શિલ્ડી સમીતી, કોલકતા ભારત ડાયમંડ બુર્સ (બીડીબી) મુંબઇ, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટ, ઇન્ડીયા જવેલર્સ શરાફા એસો. અમૃતસર, ઉત્તર પ્રદેશ સરાફા એસો. કાનપુર, ભારતીય સ્વર્ણકાર સંઘ, જયપુર, ઓરિસ્સા જવેલર્સ એસો. કટક, કર્ણાટક જવેલર્સ ફેડરેશન બેંગલોર, ઓલ ઇન્ડીયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ (જીજેસી)મુંબઇ, નેશનલ ગોલ્ડ સિલ્વર, રીફાઇનર્સ એન્ડ જવેલર્સ એસો. વછટા મહારાષ્ટ્ર અને ઇન્ડિયન એસો. ઓફ હોલમાકીંગ સેન્ટર , અમદાવાદનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાંથી ૧૬ એસો. માંથી ગુજરાતમાં જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટની પસંદગી કરી તેનાો એડ-હોક કમીટીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત ના જેમ્સ એન્ડ જવેલરી ઉઘોગના એસો.નો વધારે માહીતી માટે જેન્સ એન્ડ જવેલરી એસો. રાજકોટના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડીયા ૯૯૦૯૧ ૦૦૪૧૪ મંત્રી મયુરભાઇ આડેસરા ૯૯૨૪૭ ૪૬૦૦૦ અને મસડીયા કમીટી નીરેનભાઇ બારભાયાનો ૯૮૨૫૩૦ ૩૭૧૩૩ નો સં૫ર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.