Abtak Media Google News

જીલ્લાના તમામ બાર એસોસીએશને સહકાર આપવા અપીલ: પ્રમુખ ઝાલા

સુરેન્દ્રનગર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એચ.બી. પાનેરીની છેલ્લા ૩૧ દિવસથી ભ્રષ્ટાચાર તેમજ વકીલઓ પ્રત્યે ખરાબ અને અપમાનિત વર્તન હોઇ તે અનુસંધાને છેલ્લા ૩૧ દિવસથી સુ.નગર બાર દ્વારા પાનેરીની કોર્ટમાં જવાની (સ્વૈચ્છીક) કામનો બહિષ્કાર કરેલ હોઇ તે બાબતમાં સુ.નગર બારના તમામ વકીલે ની મીટીંગ બોલાવવામાં આવેલ અને મીટીંગમાં એવો નિર્ણય કરવામાં આવેલ છે કે સુ.નગર જીલ્લાના તમામ તાલુકા કક્ષાના બારનો સહકાર લેખીતમાં માંગવો એટલે કે આ બાબતમાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જજ પાનેરી ની કોર્ટનો સ્વૈચ્છીક બહિષ્કાર મા સર્વેનો સહકાર મળી રહે તે માટે જીલ્લાના તમામ તાલુકા ના બાર એસો. દ્વારા સુ.નગર બારને લેખીતમાં સમર્થન આપવા અપીલ કરવામાં આવે છે.

દરેક તાલુકાના વકીલ ભાઇ બહેનો પણ આ કોર્ટનો સ્વૈચ્છીક બહિષ્કાર કરશે  તેવુ સુ.નગર બારની અપીલ કરે છે. ભવિષ્યમાં તાલુકા બારને કોઇપણ પ્રશ્ર્ન હશે તો સુ.નગર બાર એસો. તેમને સહકાર તેમ અંતે રજુઆતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.