Abtak Media Google News

કોરોનાના કેસો ક્સતત વધી રહ્યા છે.  સેન્ટ્રલ જેલના કર્મચારીઓ અને કેદીઓ પણ સંક્રમિત થયા છે. છેલ્લા પંદર દિવસમાં જેલના 7 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 71 બંદીવાનો સંક્રમિત થતાં તેમાંથી 69ને કેસરી પુલ નજીક રેનબસેરામાં રાખવામાં આવ્યા છે. જ્યારે બે કેદીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. એક જેલર સહિત 7 અધિકારીઅ-કર્મચારીઓ પણ સંક્રમિત થતાં હોમ આઇસોલેશનમાંરહીને સારવાર લઇ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે પણ કોરોનાના કહેરમાં જેલના કેટલાક કેદીઓ સંક્રમિત થયા હતાં. તેમ બીજી લહેરમાં પણ કેદીઓ ઝપટમાં આવી ગયા છે.

Advertisement

તો સાથોસાથ જેલ કર્મચારીઓને પણ કોરોના અડી ગયો છે. જેલના 71 જેટલા કેદીઓ અલગ અલગ દિવસોમાં સંક્રમિત થયેલા સામે આવ્યા હોઇ તેને રેન બસેરામાં પોલીસ પહેરા હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી છે. જે 71 બંદીવાનોને કોરોના થયો છે તેમાં કાચા કામના, પાકા કામના અને પાસાના મહિલા તેમજ પુરૂષ બંદીવાનોનો સમાવેશ થાય છે. જેલ અધિક્ષકશ્રી બી. ડી. જોષીના કહેવા મુજબ છેલ્લા પંદર દિવસમાં આ સંક્રમણ ફેલાયું છે. જેલમાં કેદીઓ સંક્રમણથી મુક્ત રહે તે માટેના તમામ પગલા લેવામાં આવે છે. વેક્સીનેશન પણ તારીખો મુજબ કરવામાં આવી રહ્યું છે. કેદીઓને કોર્ટમાં  તારીખે મુદ્દતમાં હાજર કરવાના હોઇ અથવા તો સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં હોઇ ત્યારે કદાચ કોઇના સંપર્કમાં આવતાં તેઓ સંક્રમિત થઇ જતાં હોવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.