Abtak Media Google News

શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.૮/૧૬ના ખુણે આવેલું કલ્યાણ કોટેજ નામનું મકાન મુકતાબેન ચાવડાના પિતાએ જયેન્દ્રભાઈ નરોતમદાસ છાટબાર વગેરેને શરતોને આધીન ભાડે મકાન આપેલું હતું અને તે રંગે ભાડાચીઠ્ઠીનું લખાણ થયેલું હતું.

Advertisement

સદરહું ભાડાચીઠ્ઠીની શર્તો વિરુઘ્ધ જયેન્દ્રભાઈ છાટબાર વિગેરેએ મકાન માલિકની મંજુરી વગર ઓસરીમાં કિચનનું નવું કાયમી બાંધકામ ઉભુ કરેલું હોય તેમજ માસિક ભાડુ ચુકવવામાં પણ ખુબ જ અનિયમિત હોય જેથી કરીને મકાન માલિકે ભાડુઆતને ભાડાચીઠ્ઠીની શરતો વિરુઘ્ધ નોટીસ આપી ચડત ભાડુ ચુકવી આપી ભાડાની જગ્યાનો ખાલી કબજો સોંપી આપવા જાણ કરેલી.

પરંતુ ભાડુઆતે તેમ ન કરતા મકાન માલિકે તેઓના કુલમુખત્યાર કિશોરભાઈ ચાવડા મારફત ભાડુત જયેન્દ્રભાઈ છાટબાર વિગેરે વિરુઘ્ધ નિયમિત ભાડુ ન ચુકવવા, મકાન માલિકની લેખીત મંજુરી વગર ઓસરીમાં કિચનનું કાયમી બાંધકામ કરવા તેમજ ભાડુઆત પાસેથી જગ્યાનો ખાલી કબજો મેળવવા કોર્ટમાં દાવો દાખલ કરેલ જે દાવાનો સમન્સ જયેન્દ્રભાઈ છાટબાર વગેરેને બજી જતા તેઓએ દાવાનો જવાબ રજુ કરેલો હતો

ત્યારબાદ નિયમ મુજબ કેસ ચાલેલ. મકાન માલિકે તેમજ ભાડુઆતે તેમના બચાવમાં લેખીત તથા મૌખિક પુરાવા રજુ કરી દલીલો કરવામાં આવેલ હતી. વાદીના વકીલે તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ફેસલા ઉપર આધાર રાખેલ હતો.

રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બંને પક્ષકારોના વકીલોની દલીલો ધ્યાને લઈ સ્મોલ કોઝ જજ એ.જી.શેખ ભાડુઆત જયેન્દ્રભાઈ છાટબાર વગેરેને મકાનનો કબજો ખાલી કરવાનો તેમજ ચડત ભાડાની રકમ ચુકવી આપવા તથા રોજના રૂ.૧૦૦ નુકસાની રૂપે મકાન માલિકને ચુકવી આપવાનો હુકમ કરેલો છે. આ કેસમાં મકાનમાલિક વતી એ.એમ.પરમાર તથા બ્રિજેશ પરમાર એડવોકેટ રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.