Abtak Media Google News

બળધ્રોઈ ગામેથી ખેતીની દવા સરધાર લેવા આવતી વેળાએ બાઈકને અજાણ્યા વાહને હડફેટે લીધો

ભાવનગર રોડ નજીક રલેન્ડા ગામ પાસે આજે સવાર ડબલ સવારી બાઈકને પીકઅપ વાન હડફેટે લેતા જસદણના બળધ્રોઈ ગામે રહેતા કૌટુંબીક કાકા ભત્રીજા લાલજીભાઈ નરશીભાઈ મીઠાપરા ૪૫ અને માવજીભાઈ ગાંડુભાઈ મીઠાપરા ૪૨ના મોત નિપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આજીડેમ પોલીસે જણાવ્યું કે, બંને જણા બળદ્રોઈથી આજે સવારે ખેતીવાડીને લગતી દવા લેવા માટે સરધાર તરફ આવી રહ્યા હતા મોટર સાયકલ માવજીભાઈ ચલાવતા હતા લાલજીભાઈ પાછળ બોઠા હતા. હલેન્ડા પાસે સ્થિત પેટ્રોલ પંપ નજીક બંનેના મોટર સાયકલને પાછળથી માલ વાહક વાને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. બંનેને ગંભીર ઈજા થતા તાત્કાલ રાજકોટની સીવીલમાં ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત સજી ગાંધીનગર પાસીંગની માલવાહક વાનના ચાલક ભાગી જતા તેને ત્યાં પહોચેલી આજીડેમ પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો. પોલીસે મૃતક લાલજીભાઈના ભાઈ ધુધાભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો. બંને મૃતકો ખેતી કરતા હતા મૃતક લાલજીભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જયારે માવજીભાઈને એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.