Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકનો અદ્દભુત મહોત્સવ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ધર્મોલ્લાસ સાથે ઉજવાયો

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીનો મંગલ પ્રારંભ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં થયો હતો. આજના સંઘપતિ તરીકે નરેન્દ્રભાઈ દોશી પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે ધર્મલાભ લીધો હતો. Vlcsnap 2018 09 10 13H53M41S58
પ્રભુ મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો છતાં,પર્વાધિરાજ પર્યુષણ પર્વના પંચમ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે તેનું કારણ સમજાવતાં પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું કે, વધુને વધુ ભાવિકો પ્રભુ મહાવીરના જીવની પ્રેરણા લઇ શકે તે માટે પર્યુષણ પર્વ દરમિયાન ઉજવાય છે. જે પ્રભુના નામની સાધુ સાધ્વીઓ પછેડી પહેરે છે,શ્રાવકો ધર્મને અનુસરે છે. તે ભગવાનના  વર્ધમાન નામનું તથ્યનું રહસ્ય પૂ.ગુરુદેવ સમજાવે છે કે પોઝીટીવનું બીજું નામ એટલે વર્ધમાનપ્રભુ મહાવીરનું જન્મનું નામ હતું વર્ધમાન, કે જેના જન્મ સાથે જ રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ થવાં લાગી હતી.પરંતુ પ્રભુના જીવન ગુણોને કારણે દેવોએ તેમને મહાવીરની ઉપધિ આપી હતી. જેણે તમામ ઈન્દ્રિઓને જીતી લીધી છે તે છે મહાવીર પ્રભુના નામની પરિભાષા આપતા રાષ્ટ્રસંત પૂજ્યએ ફરમાવ્યું હતું કે, શ્રેષ્ઠતાનું સર્જન સુખમાંથી નહીં સંઘર્ષમાંથી થાય છે, વૈભવમાંથી નહીં વેદનામાંથી થાય છે.Vlcsnap 2018 09 10 13H53M59S229

Advertisement

રાષ્ટ્રસંત પૂજ્યએ નયસાર કાઠિયારાના જીવનનું ઉદાહરણઆપતાં કહ્યું હતું કે, પ્રભુ મહાવીરે નયસાર કાઠિયારાના ભવમાં જે હાથ વડે ભૂલા પડેલાં સાધુ ભગવંતોને સુપાત્રે દાન કર્યું તે સમયે વર્ધમાન બનવાના બીજ રોપ્યા હતાં. તેમ આપણે હાથને મારવા કે તારવા ઉપાડવા, પ્રહાર કરવા ઉપાડવા કે અન્યને સપોર્ટ કરીને અને આવતાં ભવ સુધારી શકીએ તેનો અમૂલ્ય બોધ આપ્યો હતો.Vlcsnap 2018 09 10 13H54M06S52

નાનકડી ચોરીને કારણે મનુષ્ય આવનારા જીવનમાં કેટલું મોટું નુકસાન વેઠી લે છે તેનો ગૂર્ઢાનો સંકેત કર્યો હતો.પ્રભુ મહાવીરના માતા માઁ ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નોનો અર્થને તેનું મહત્વ આ નાટીકામાં સુંદર રીતે નિરૂપાયું હતું.

આજરોજ ધર્મસભામાં રહેલાં ચૌદ સ્વપ્નોને ખૂબ જ ભાવપૂર્વક ઘરે લઈ જવાનો લાભ લઈને ભાગ્યશાળી આત્માઓએ પોતાના ભાવિનું ભાથું બાંધ્યું હતું.આ સંપત્તિ અનેક જીવો માટે જીવદયાના તેમજ સેવા કાર્યોમાં વપરાતી હોય છે.સકળ સંઘે આ ઉત્કૃષ્ટ અવસરનો ખુબજ ઉત્સાહ અને અનુમોદનભેર લાભ લીધો હતો.Vlcsnap 2018 09 10 13H53M19S86

વિશેષમાં,મંગળવારે ૧૧.૦૯.૨૦૧૮ સાંજે ૦૫.૦૦ કલાકે રાષ્ટ્રસંત પૂજ્યના સાંનિધ્યમાં ઘરમાં કામ કરતાં સેવકોને સન્માનિત કરવા માટેનાં સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય દ્વારા ગૃહસેવકોને સેવા કાર્ય કરતા કરતા પણ  કેવી રીતે પણ પાપને ઘટાડી શકાય તેના પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.