Abtak Media Google News

ગુજરાતમાં સૌ પ્રથમવાર ભાવનગર ખાતે સાઈકલ પોલો ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.ભાવનગર યુનીવર્સીટી કાર્યાલય નજીક આવેલા હોર્સ રાઈડીંગ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ હતી.ત્યારબાદ પ્રથમ વખત રાજકોટમાં આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ ક્લબના સભ્યોથી આ રમતનો પ્રારંભ કરાયો છે.અત્યારે રાજકોટ રૂલર પોલીસના અશ્વદળના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ ક્લબના સભ્યોએ સાઈકલ ટીમ બનાવી છે.આ ટીમના સભ્યો દરરોજ પ્રેક્ટીસ કરી સાઈકલ પોલોની આગામી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.