Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ બાબરમાં ચાર ઈંચ વરસાદ: કલ્યાણપુર-ધારીમાં ત્રણ ઈંચ અને વેરાવળ-માણાવદરમાં બે ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય થયું હતું જો કે હવે સૌરાષ્ટ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશન નબળું પડતા આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે અને છૂટો છવાયો વરસાદ જ પડશે. જો કે દક્ષિણ ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં પણ અઆજે છૂટો છવાયો વરસાદ પડશે. ત્યારબાદ હવે ફરીથી વરસાદનું જોર ઘટે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે રાજ્યમાં આવતીકાલથી ફરી એકવાર કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે બાકી ભારે વરસાદની આગાહી કોઈ વિસ્તારમાં નથી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ઉત્તર તથા મધ્ય ભાગમાં હળવો વરસાદ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં મેઘો પડ્યો હતો. ત્યારે અમરેલીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ખેડૂતો આ વરસાદથી ખુશ ખુશાલ બન્યા છે બીજી તરફ અનેક ગામડાના તળાવ, નાનકડા ચેકડેમોમાં પાણીની આવક જોવા મળી છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. બાબરામાં સતત પાંચમા દિવસે મેઘ મહેર યથા ત રહી હતી.

આ ઉપરાંત કલ્યાણપુરમાં ત્રણ ઇંચ, ધારીમાં અઢી ઇંચ, વેરાવળમાં બે ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ, સુત્રાપાડામાં દોઢ ઈંચ, જોડિયામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.