Abtak Media Google News

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રમણીક કુંવરબા વૃઘ્ધાશ્રમ ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો

અખિલ હિંદ મહીલા પરિષદ રમણીક કુંવરબા વૃઘ્ધાશ્રમ ખાતે દાદાનો ડંગારો ની જુની ઉકતીને સાર્થક કરતો ભુલકાઓ અને દાદા-દાદીજીઓનો સંગમનો ખુબ જ ભાવવાહી અને મંગલમય કાર્યક્રમ આયોજીત થયો. રામનાથપરા સહીત તેમજ લોધેશ્ર્વર સહીતના વિસ્તારોમાં શ્રમિક વાલીઓનાં સંતાનોને માટે બાલ સંસ્કાર પ્રવૃતિ શેરી શાળા ચાલે છે ને તેમા આર્થિક પછાત પરિવારના બાળકોના સર્વાગીણ વિકાસ માટેનો યજ્ઞ આરંભાયેલ છે. આ બાળકો અને અખિલ અને અખિલ હિંદ મહીલા પરિષદ સંચાલીત રમણીક કુવરબા આશ્રમમાં વસતા વડીલો દાદા-દાદીઓ સાથે દિવસભર સંગમનો કાર્યક્રમ આયોજીત થયો.

Advertisement

અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ ડો. ભાવનાબેન જોશીપુરાએ તૈયાર કરેલ આ આ વિશિષ્ટ કાર્યક્રમને સંકલ્પના સાકાર કરવામાં અલ્પેશભાઇ, અલ્કેશભાઇ, કુશુમભાઇ, શિલાબેન, રેશ્માબેન, ભાવનાબેન જરીયા તેમજ તૃપ્તીબેન જાનીએ સહયોગ કર્યો હતો. રમણીક કુંવરબા વૃઘ્ધાશ્રમનાં પટાંગણમાં વડીલોની નિશ્રા અને ભુલકાઓને માટે ચકરડી થી લઇ વિવિધ રાઇડઝ તેમજ વિસરાતી જતી રમતો રાખવામાં આવી હતી અને પ્રત્યેક વડીલોએ આ બાળકો સાથે રમતગમત અને કિલ્લોનો આનંદ માણ્યો હતો. આમ આ વડીલોને પણ બાળકોના કિલકિલાટનો લાભ મળ્યો. સમગ્ર રીતે ૪ થી પ કલાક સુધી ચાલેલા આ મનભાવના કિલકિલાટ ભર્યા સંગમને સૌએ મનભરીને માણયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.