Abtak Media Google News

દાહોદમાં થોડા સમય પહેલા દારૂની રેડ પાડવા ગયેલી વિજલન્સ ટીમ પર બુટલેગરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે જેમાં દારૂ ભરેલી ગાડીને રોકવા જતા બુટલેગરો દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દાહોદના સાગટાળા રોડ પરની છે જ્યાં બૂટલેગરો બેફામ બન્યા હતા. . પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારૂ ભરેલી ગાડીને રોકતા બૂટલેગરો રોષે ભરાયાં હતાં અને પોલીસ ઉપર હુમલો કર્યો અને ફાયરીંગ કર્યુ હતુ. જેમાં સામે પોલીસે પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.

૧૮ જુન 2023 ના રોજ રાતે 1.15 કલાકે આ ઘટના બની હતી જેમાં પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. 15 જેટલા લોકો મૉટર સાયકલ પર હથિયારો લઇને આવ્યા હતા. દારૂ ભરેલી ગાડી રોકવા જતી બુટલેગરોએ પોલીસ પેટ્રૉલિંગ ટીમની ગાડીને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન બૂટલેગરોઓ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ પણ ફાયરીંગ કર્યુ હતુ, જોકે, અંતે આ 15 બૂટલેગરો ભાગી છૂટ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને આરોપીઓને પડકી પાડવા તજવીજ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.