Abtak Media Google News

દિલ્હી – મુંબઈ ટ્રેક પર અકસ્માત સર્જાતા રેલ વ્યવહાર ઠપ્પ: અધિકારી – પોલીસનો કાફલો ઘટના સ્થળ પર

દાહોદ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર મંગલ મહુડી નજીક માલગાડીને પાટા પરથી ખડી પડી હતી. કોઈ કારણસર અહીં માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે માલગાડીના 16થી વધારે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. માલગાડીને નડેલા અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. આ કારણ નવ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવેના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ટ્રેન ઉપર વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ અંગેની મળતી વધુ માહિતી મુજબ માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. આ દરમિયાન રાત્રે 12:30 વાગ્યે કોઈ કારણસર પાછળથી 16થી વધુ ડબ્બા છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. આ ઉપરાંત રેલવે લાઇનના કેબલને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.

અકસ્માતને પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે બપોર સુધી કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે. એટલે કે બપોર બાદ આ રૂટ શરૂ થઈ શકે છે. આ મામલે ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલ, વેસ્ટર્ન રેલવે તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે રત્લામ ડિવિઝનની ખાતે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ટ્રેન નંબર 12228, 12910, 12952, 12954, 22902, 12926, 22195, 22041 અને 19019 નો રૂટ બદલવામાં આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.